લોન મોરેટિયમના વિકલ્પને કારણે સરકારી બેન્કોને ૭.૯ લાખ કરોડ સલવાયા

0
11
Share
Share

એસબીઆઇના લોનધારકોએ ૫.૬૩ લાખ કરોડની લોન મોડેથી ચૂકવવાનો વિકલ્પ પસંદ કર્યો

મુંબઇ,તા.૩૦

કોરોનાકાળમાં આરબીઆઈએ લોનધારકોને હપ્તા ચૂકવવામાંથી રાહત આપવા માટે લોન મોરેટોરિયમનો વિકલ્પ આપ્યો હતો. સરકારે શરૂઆતમાં ત્રણ માસ માટે અને બાદમાં ફરી ત્રણ માસ એટલેકે છ માસ માટે આ લોન મોરેટોરિયમનો વિકલ્પ લોનધારકો આપ્યો હતો.

એક આંકડા અનુસાર દેશની પાંચ મોટી સરકારી બેંકોમાંથી લોનધારકોએ અંદાજે ૭.૯ લાખ કરોડની લોન પર આ વિકલ્પ સ્વીકાર્યો છે. જોકે આ રકમમાં કોરોના વયારસ અગાઉની સ્ટ્રેસ્ડ લોનનો પણ સમાવેશ થઈ ગયો છે. અગાઉથી જ તાણમાં ચાલી રહેલ કંપનીઓએ લીધેલ લોન પર પણ લોનધારકોએ આ મોરેટોરિયમનો વિકલ્પ પસંદ કર્યો છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને કેનેરા બેંક, આ પાંચ બેંકોની કુલ થાપણના અંદાજે ૨૦% રકમ જેટલી એટલેકે ૭.૯ લાખ કરોડ લોન મોરિટોરિયમ હેઠળ આવી છે.

આ લોનના હપ્તામાંથી સૌથી વધુ આંકડો દેશની સૌથી મોટી બેંક એસબીઆઇનો જ છે. એસબીઆઇના લોનધારકોએ ૫.૬૩ લાખ કરોડની લોન મોડેથી ચૂકવવાનો વિકલ્પ પંસદ કર્યો છે. જ્યારે બાકીના ચાર ટોચના પીએસયુ બેંકોએ માત્ર દબાણ હેઠળની લોનને વધુ સમય આપ્યો છે.

જોકે દરેક બેંકે પોતપોતાની રીતે આ બાકી લોનની ગણતરી કરી છે. બેંકો પાસે કોઇ સ્ટાન્ડર્ડ મેથડ નહોતી, નાં તો આરબીઆઈએ કોઇ ચોક્કસ માપદંડ આપ્યો નથી તેથી ભવિષ્યમાં આ આંકડો નોંધપાત્ર વધી શકે છે તેમ બેંકિંગ એક્સપર્ટસ માની રહ્યાં છે.

એસબીઆઇના રજનીશ કુમારે એક નિવેદનમાં કહ્યું હતુ કે ૯૪ લાખ ટર્મ લોનધારકોમાંથી ૯ લાખ લોન ધારકોએ એક પણ હપ્તો નથી ચૂકવ્યો, ૭ લાખ લોનધારકોએ એક હપ્તો નથી ચૂકવ્યો અને બાકીના બધાએ બે હપ્તા કે તેથી વધુ નથી ચૂકવ્યા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here