લોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

0
23
Share
Share

રાજકોટ, તા.૧૫

૫૬૪ બોટલ દારૂ, લકઝરી ગાડી અને મોબાઈલ મળી રૂા.૭.૮૭ લાખનો મુદામાલ કબ્જે

લોધીકા-ખીરસરા રોડ પર આવેલા આર્શિવાદ ગ્રીન સીટી પાસેથી ક્રુઝ કારમાંથી રૂા.૨.૮૨ લાખની કિંમતનો ૫૬૪ બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી રૂા.૭.૮૭ લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વિગત મુજબ રાજકોટ જીલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે લોધીકા પોલીસ મથકનાં પી.એસ.આઈ. કે.એ.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ખીરસરા-લોધીકા રોડ પરથી જીજે૧કેબી ૪૫૨૩ નંબરની કારમાં વિદેશી દારૂ ભરીને રાજકોટનો ક્રુષાંગ મુકેશ તળપદા અને બ્રીજેશ ઉર્ફે ભુરો ઝાલા નીકળવાના હોવાની કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે આર્શિવાદ ગ્રીન સીટી પાસે વોંચ ગોઠવી હતી.

વોંચ દરમ્યાન શંકાસ્પદ હાલતમાં નીકળેલી કારને અટકાવી તલાશી લેતા કારમાંથી રૂા.૨.૮૨ લાખની કિંમતના ૫૬૪ બોટલ દારૂ સાથે ક્રુષાંગ તળપદા અને બ્રીજ ઉર્ફે ભુરો ઝાલાની ધરપકડ કરી દારૂ અને કાર મળી રૂા.૭.૮૭ લાખનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા બન્ને શખ્સો કોની પાસેથી દારૂ લાવ્યા અને કોને આપવા જતા હતા તે મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here