લોધીકાઃ પેટમાં દુઃખાવા બાદ સગીરાનું મોત

0
13
Share
Share

રાજકોટ, તા.૨૪

લોધીકાના નગરપીપળીયા ગામે પ્રભાતસિંહની વાડીમાં રહેતી રાધીબેન બાલાભાઈ માળી નામની ૧૬ વર્ષીય તરૂણીને રાત્રીના સમયે પેટમાં દુઃખાવો ઉપડ્યા બાદ અને બે ઉલ્ટી કર્યા બાદ બેભાન થઈ જતા સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તરૂણીને મૃત જાહેર કરતા મુળ દાહોદના શ્રમિક પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. મૃતક રાધીબેન ત્રણ ભાઈ-એક બહેનમાં વચેટ હતી. બનાવ અંગે લોધીકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here