લોધીકાઃ નગરપીપળિયા ગામે નશાખોર યુવાનનો આપઘાત

0
17
Share
Share

રાજકોટ, તા.૩

લોધિકાના નગર પીપળીયા ગામે રેહતા યુવાને ઝેરી દવા પી લેતા તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજતા તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. યુવાન ને કેટલાક સમયથી દારુ પીવાની કુટેવ હોય ઘેર અવારનવાર દારુ પીવા ના પ્રશ્ને ઝઘડો થતો હોય કંટાળી જઈ પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લોધિકાના પીપળીયા ગામે લેતો કાળુભાઇ ભનુભાઇ ચૌહાણ નામના રાજપૂત યુવક ઘેર હતો ત્યારે ઝેરી દવા પી જતા તેને વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હોસ્પિટલ દોડી ગઈ તપાસ હાથ ધરી હતી પોલીસની તપાસમાં કાળુભાઈ બે ભાઈ એક બહેનમાં મોટા હોવાનું અને ખેતીકામ કરતા અને સંતાનમાં બે પુત્રો અને બે પુત્રી હોવાનો પરિવારજનોએ જણાવ્યું હતું. પોલીસની વિશેષ તપાસ માં કાળુભાઈ ને કેટલાક સમયથી દારુ પીવાની કુટેવ હોય જે બાબતે ઘરમાં ઝઘડો ચાલતો હોય ગઈકાલે બપોરે પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here