લોઠડા ગામે કારખાનામાં સફાઈ કરતા મશીન ચાલુ થઈ જતાં શ્રમિકનું મોત

0
20
Share
Share

રાજકોટ, તા.૧૬

સરધાર તાબેના લોઠડા ગામમાં આવેલી સુપર એન્જિનીયરીંગ ટેક પ્રા.લિમાં સાફસફાઈનું કામ કરતો મુળ મધ્યપ્રદેશનો યુવાન પ્રેમ છગનભાઈ શીંગાર (ઉ.વ.૧૮) સફાઈ કરતી વખતે મશીન ચાલુ થઈ જતાં તેનાં પટ્ટામાં ફસાઈ જતાં તેનું મોત નિપજયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ લોઠડા ગામે છગનભાઈ જીવાભાઈની વાડીમાં રહેતો પ્રેમ મુળ મધ્યપ્રદેશનો વતની હતો. અહિ તેના ભાઈ સાથે રહેતો હતો અને પડવલા રોડ પર આવેલી સુપર એન્જિનીયરીંગ ટેકમાં સાફસફાઈનું કામ કરવા જતો હતો. ગઈ કાલે કંપનીમાં મશીનની સફાઈ કરતો હતો ત્યારે અકસ્માતે મશીન ચાલુ થઈ જતાં પટ્ટામાં તેનો હાથ ફસાઈ જતાં તે ખેંચાઈ ગયો હતો. અને શરીરે મુંઢ ઈજાઓ થતાં બેભાન થઈ ગયો હતો. તેને સારવાર માટે તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજયું હતું. હોસ્પિટલ ચોકીના હેડ કોન્સ.રણછોડભાઈએ જાણ કરતાં આજીડેમના હેડ કોન્સ. સવજીભાઈ બાલાસરા અને હરપાલભાઈ સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here