લોક કલ્યાણર્થે… સાવરકુંડલામાં ચેમ્બર પ્રમુખની ઉપસ્થિતિમાં કથા યોજાઈ

0
26
Share
Share

સાવરકુંડલા. તા. ૧૪

આમ તો સાવરકુંડલા ખાતે આ કોમ્પલેક્ષમાં છેલ્લા સાતેક વર્ષથી નિયમિત રીતે દિવાળીનાં આ પાવન પર્વ નિમિત્તે રાજુભાઈ શીંગાળાની ઉપસ્થિતિમાં શહેરનાં વેપારીઓ સાથે મળીને આવું આયોજન કરવામાં આવે છે. પરંતુ હાલ કોરોનાનાં કપરાં કાળમાં સરકારશ્રીની ગાઈડલાઈનસનું પાલન કરીને આ તમામ વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે રાજુભાઈ સમેત તમામ ઉપસ્થિત વેપારીએ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ અને સેનીટરાઈઝેશન ને ધ્યાનમાં રાખીને આ કથામાં સાવરકુંડલા શહેરનાં વિદ્વાન બ્રાહ્મણ હાદિર્કભાઈ ખીરા દ્વારા આ કથા સંપન્ન કરાવી વિશ્વમાં ફેલાઈ રહેલી કોરોના મહામારીને  નાબૂદ કરવા માટે હ્રદયનાં ઊંડા ભાવથી પ્રભુ પાસે પ્રાર્થના પણ કરી હતી.

આમ વિશ્વ આરોગ્ય અને વસુદૈવ કુટુંબકમનો એક સંદેશ પણ આપ્યો હતો.. આ પાવન પ્રસંગે ભાવેશભાઇ ચૌહાણ, નીલભાઈ ચૌહાણ અને કિશન સ્ટુડિયાવાળા સાથે શહેરના વેપારી વર્ગની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર હતી

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here