લોકો સાથે જોડાવવા નવી ટેકનિક

0
64
Share
Share

જોખમી સ્થિતી વચ્ચે લોકો ઓનલાઇન મળવા-વાતો કરવા લાગ્યા

કેટલીક કંપનીઓએ નવી એપ્લીકેશન તૈયાર કરી છે : કેટલીક કંપનીઓએ જુની એપ્લીકેશનમાં સુધાર કર્યો : કનેક્ટ થવાની ટેકનિક

લોકડાઉનના કારણે હાલમાં લોકો કેટલીક પ્રકારની તકલીફોનો સામનો કર્યો હતો. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લોકો એકબીજાને વ્યક્તિગત રીતે મળી રહ્યા ન હતા. સાથે સાથે દુરથી ફોન પર વધારે સક્રિય બનેલા હતા. કોરોના કાળમાં કેટલીક નવી ચીજો ઉભરીને સપાટી પર આવી છે. જે ભવિષ્યમાં આ પ્રકારની આફત વેળા લોકોને સહાય કરી શકે છે. લોકોડાઉનના ગાળામાં લોકોએ ઓનલાઇન મળવા અને વાતો કરવાની રીતે અપનાવી હતી. આ રીતે હવે લોકપ્રિય બની છે. સાથે સાથે કોરોના વાયરસના દોરમાં યોગ્ય પણ છે. આના માટે કેટલીક કંપનીઓ દ્વારા નવી એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. કેટલીક કંપનીઓએ તો હવે જુની એપ્લીકેશનમાં સુધારો કરી દીધો છે. લોકો સાથે જોડાઇને રહેલાની કેટલીક રીત રહેલી છે. આજે અમે આ લેખમાં લોકો સાથ જોડાઇ રહેવાની ટેકનિક પર વાત કરી રહ્યા છીએ. ડિજિટલ ટેકનિકના કારણે કોરોના મહામારીના માહોલમાં પણ વર્ક એન્ડ એજ્યુકેશન ફ્રોમ હોમને અસર થવા દીધી નથી. ટેકનોલોજીના મારફતે શિક્ષણમાં તો પહેલાથી જ ઓનલાઇનની વ્યવસ્થા ચાલી રહી હતી. કોરોના મહામારી વચ્ચે અનેક પ્રકારની ટેકનિક ખુબ ઓછા સમયમાં વિકસિત થઇ ગઇ છે. કેટલાક પ્લેટફોર્મ દ્વારા કોઇ પણ ખર્ચ કર્યા વગર સેવા ઉપલબ્ધ કરાવી છે. જે રીતે ઓડિયો અને વિડિયોના રીતે ઓનલાઇન શિક્ષણ જારી છે. તે જ રીતે વર્ક ફ્રોમ હોમથી મિટિગનુ આયોજન કરવામાં આવી રહ્ય છે. આની રીત પર વાત કરવામાં આવે ત ગુગલ મિટનુ નામ સૌથી પહેલા આવે છે. ગુગલે લોકડાઉનના ગાળા દરમિયાન પોતાના વિડિયો કોન્ફ્રન્સિંગઅને મેસેજિંગ પ્લેટફોર્મ હૈંગઆઉટનુ નામ બદલી નાંખ્યુ હતુ. તેનુ નામ ગુગલ મિટ રાખી દેવામાં આવ્યુ હતુ. ગુગલ મિટિંગ રોજ ૨૦ લાખ યુઝર્સ વધી રહ્યા છે. ગુગલ ક્લાસરૂમ પર ૧૦ કરોડ સ્ટુડન્ટ્‌સ અને શિક્ષક રહેલા છે. બિઝનેસ અને સ્કુલને મદદ કરવા માટે અને સંપર્કમાં રહેવા માટે મનિડના એડવાન્સ અને પ્રિમિયમ ફિચર્સને હાલમાં તો ફ્રી એક્સેસ કરી શકાય છે. આમાં એક સાથે ૨૫૦ લોકો વિડિયો કોન્ફ્રન્સિંગ કરી શકે છે. વ્યુ ઓનલી લાઇવ સ્ટ્રીમિંગમાં એક લાખ વ્યુઅર્સને જોડી શકાય છે. તે પણ યુઝર્સ ડોમેનની સાથે રાખી શકાય છે. તેમાં તમામ જી સ્યુટ યુઝર્સ મિટિગ્સને રેકોર્ડ પણ કરી શકેછે. આવી રીતે વોટ્‌સ અપ પર યુઝર્સને મેસેન્જર રૂમના શોર્ટ કકટ મળી ગયા છે. આના કારણે ફેસબુક મેસેન્જર રૂમ્સની રચના કરી શકાય છે. સાથે સાથે ૫૦ લોકો એક સાથે વિડિયો કોલ કરી શકે છે. વોટ્‌સ એપ વીટા યુઝર્સને આઅપડેટ મળી ગયા છે. નવાફિચર વોટ્‌સ એપ બિટા વર્જન ૨.૨૦.૧૩૯માં છે. વોટેસ અપ ચેટ વિન્ડોમાં મળનાર નવા શોર્ટ કટમાં ટેપ કરતાની સાથે જ વિડિયો રૂમ ઓપન થછઇ જાય છે. કોઇ પણ ડિવાઇસ પર ઓડિયો અને વિડિયો કોન્ફ્રન્સિંગ માટે સ્કાઇપથી સ્કાઇપ કોલિંગ ૫૦ લોકો માટે ઓનલાઇન ફ્રી રહેલી છે. સ્કાઇપ્સમાં લાઇવ કેપ્શન્સ અન સબ ટાઇટલ્સ કોલ દરમિયાન બોલવામાં આવેલા શબ્દોને ભણવામાં સહાયક હોય છે. કોઇ પ્રકારના કોલ દરમિયાન બસ વધારે  પ્લસ બટનનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. ઝુમ વિડિયો કોન્ફ્રન્સિંગ પણ ઉપયોગી તરીકેછે. કેટલીક મોટી  શૈક્ષણિક સંસ્થાઓએ આનાથી પોતાના વિદ્યાર્થીઓને જોડવા માટે ઝુમ વિડિયોનો ઉપયોગ કર્યો છે. આ એપ મારફતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોબાઇલ લેપટોપથી વિડિયો અને ઓડિયો બંને પ્રકારથી પાઠયક્રમ પૂર્ણ કરી શકે છે. આના મારફતે શિક્ષક અન બોસ માટે  મિટિંગ એરેન્જ કરી શકાય છે. તમામ લોકો નિયત સમયમાં જોડાઇને ઓડિયો અને વિડિયો બંને પ્રકારની જરૂરી બેઠક કરી શકેછે. આવી જ રીતે ભેસબુક મેસેન્જર રૂમ પણ ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે. સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ  ફેસબુક તરફથીનવા વિડિયો ચેટ ફિચર મેસેન્જર રૂમ્સ જારી કરવામાં આવ્યા બાદ કેટલીક નવી વ્યવસ્થા કરવામાં આવી છે. આના માટે યુધઝર્સ ચેટ રૂમ તૈયાર કરીને એક સાથે ૫૦ લોકોની સાથે વિડિયો ચેટિંગ કરી શકો છો. તેમને ન્યુઝ ફિડ અને ગ્રુપ તેમજ ઇવેન્ટ્‌સમાં પણ તૈયાર કરવામાં આવી શકે છે. જેમાં તે રૂમને લોક અથવા તો અન લોક કરી શકાય છે.ે ભારતમાં મોટા ભાગની કંપનીઓ પણ વર્ક ફ્રોમ હોમ કલ્ચરને મહત્વ આપી રહી છે. આવી સ્થિતીમાં આવનાર સમયમાં આ તમામ ટેકનોલોજી ખુબ અસરકારક સાબિત થઇ શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here