લોકો શું કહે છે તેના પર હું ધ્યાન આપતી નથી : શિલ્પા શેટ્ટી

0
28
Share
Share

મુંબઈ,તા.૧૪

સરોગસી દ્વારા દીકરી સમિષાનો જન્મ થયા બાદ બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફરી એકવાર માતૃત્વનો આનંદ માણી રહી છે. એક્ટ્રેસ પહેલાથી જ આઠ વર્ષના દીકરા વિયાનની માતા છે. નેહા ધૂપિયાના ચેટ શોમાં શિલ્પાએ ૪૫ વર્ષની ઉંમરે મા બનવા વિશે વાત કરી હતી. એક્ટ્રેસના જણાવ્યા પ્રમાણે, તે ૧૦ વર્ષ પહેલા જે હતી અને હાલ જે છે તેમાં આવેલા ફેરફારમાં યોગાસને મોટો ફાળો ભજવ્યો છે. વિયાનના જન્મ બાદ શિલ્પા શેટ્ટીએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એક્ટ્રેસે વાતચીત કરતાં તે હકીકત પણ સ્વીકારી કે જ્યારે તે ૫૦ વર્ષની થશે ત્યારે તેની દીકરીની ઉંમર ૫ વર્ષની હશે. એક્ટ્રેસે નેહા સાથે વાત કરતાં કહ્યું હતું કે, તે લોકોના મંતવ્યો અને જજમેન્ટ્‌સ પર સહેજ પણ ધ્યાન આપતી નથી. કારણ કે આ બધી બાબતોનું તેના માટે કોઈ મહત્વ નથી. શિલ્પાના કહેવા પ્રમાણે, એક માતા તરીકે તે પોતાનું બેસ્ટ આપી રહી છે. એક્ટ્રેસે કહ્યું કે, તે પોતાના બાળકોનો ઉછેર તે જ રીતે કરવા માગે છે, જે રીતે સામાન્ય માતા-પિતા કરે છે. ફરક માત્ર એટલો જ હોય છે કે તેમના બાળકો નાના ઘરમાં ઉછરે છે અને સવલતો ઓછી મળે છે. બાકી પ્રેમ તો એટલો જ મળે છે. જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટીએ દીકરીના જન્મ વખતે આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું અને રાજ છેલ્લા પાંચ વર્ષથી બીજા બાળક માટે પ્રયાસ કરી રહ્યા હતા. મેં નિકમ્મા ફિલ્મ સાઈન કરી અને પછી આગામી ફિલ્મ હંગામા માટે પણ હા પાડી દીધી. એ વખતે મને ન્યૂઝ મળ્યા કે ફેબ્રુઆરીમાં અમે બીજી વખત પેરેન્ટ્‌સ બનવાના છીએ. ફેબ્રુઆરી મહિનામાં ફ્રી રહેવાય એટલે અમે આ મહિનાનું અમારું બધું જ વર્ક શિડ્યુલ પૂરું કરી નાખ્યું. વર્કફ્રંટની વાત કરીએ તો, આશરે એક દશકા બાદ શિલ્પા શેટ્ટીએ બોલિવુડમાં કમબેક કરવા જઈ રહી છે. તેની અપકમિંગ ફિલ્મ નિકમ્મા છે. જેનું શૂટિંગ તેણે હાલમાં જ આટોપ્યું હતું. આ સિવાય શિલ્પા શેટ્ટી ફિલ્મ હંગામા ૨માં પણ જોવા મળવાની છે. જે પ્રિયદર્શને ડિરેક્ટ કરી છે. કોમેડી ફિલ્મમાં શિલ્પાની સાથે પરેશ રાવલ, મીઝાન અને પ્રનીતા સુભાષ પણ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here