લોકોને હજુ એ સમજાતું નથી કે શાળાઓ ખોલવા માટે આટલી ઉતાવળ કેમ છે?

0
26
Share
Share

આમ તો તંત્રને  પણ હવે ઉતાવળ છે, આ શિક્ષણ કાર્ય વિલંબમાં છે, સોગઠાં શતરંજનાં આ કપરાં કાળમાં જુઓને જિંદગીના કેવાં વિચિત્ર ગોઠવાઈ છે.!!

આમ તો આ કોરોનાનાં કપરાં કાળમાંથી જ સમગ્ર માનવજીવન પસાર થઈ રહ્યું છે. શું લોકોને પણ હવે આમ ગણો તો આ જિંદગી અકાળે બોજારુપ લાગે છે.? છેલ્લાં આઠમાસથી આમ તો શાળાઓમાં જાણે વેકેશનનો માહોલ સજરયો છે. વાલીઓ પોતાના વ્હાલસોયા સંતાનોનાં સ્વાસ્થ્ય અંગે સતત ચિંતિત બન્યા છે. આ કોરોનાનું સંક્રમણ આમ તો જેટ ગતિએ ફેલાઈ રહ્યું છે. હજુ પણ વેક્સીન હાથવગી થવામાં થોડો ઇંતેજાર તો કરવો જ રહ્યો. વળી હવે શિયાળાનો શીતકાળનો પ્રારંભ પણ પૂરજોશથી થશે.

પરંતુ હવે ગુજરાત સરકારે તેની કેબિનેટમાં ચર્ચાઓ કરી અને વેકેશન બાદ તા. ૨૩થી વેકેશન ખોલી ધોરણ ૯થી ૧૨  અને સ્નાતક કક્ષાનાં અંતિમ વર્ષ માટે શાળા કોલેજો પુનઃ ચાલુ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ધોરણ ૯થી ૧૨ અને કોલેજ કક્ષાએ સ્નાતકનાં અંતિમ વર્ષનાં વર્ગો શરુ કરવા માટે તંત્રએ તમામ લાગતાવળગતાં વિભાગોને સૂચનાઓ આપી દીધી છે. બસ આજથી નવમાં દિવસે સરકારની એસ.ઓ.પી. ગાઈડલાઈન મુજબ ઉપરોક્ત ધોરણોનું શિક્ષણ પુનઃ શરુ થશે.

જો કે આરોગ્ય નિષ્ણાંતો હજુ પણ શાળાઓ શરુ કરવાનાં મતનાં નથી. આમ તો સરકારે પણ તબીબી જગતની રજાઓ નામંજૂર કરી હાલ પૂરતું આરોગ્ય વિભાગમાં સ્ટેન્ડ બાય હાજર રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. મતલબ કે સરકારને ખુદ આ દિવાળીનાં પર્વ દરમ્યાન સંક્રમણની આશંકા પણ છે તો ખરી. તો પ્રશ્ન એ છે કે આ સંક્રમણ કાળમાં પણ સરકાર શાળાઓ શરુ કરવાનો નિર્ણય શા માટે કરી રહી છે?જો  કે એમાં પણ ખાસ ગાઈડલાઈનનું અક્ષરશઃ પાલન પણ કરવું પડશે એ વાત પણ ધ્યાનમાં લેવી જોઈએ. આમ પણ કેન્દ્રએ  એસ.ઓ.પી. જાહેર કરેલ છે. વળી રાજ્યને શાળા ખોલવા માટે નિર્ણય લેવાની સ્વાયત્તા આપવામાં આવી છે..

જો કે હાલ પૂરતું શાળા ખોલવામાં બાળકોનાં ભવિષ્ય પર તેની જિંદગીનાં આરોગ્ય ઉપર જોખમ તો તોળાઈ રહ્યુ છે. વળી મોટા ભાગનો વાલીવર્ગ હાલ પૂરતું પોતાના સંતાનોને શાળામાં અભ્યાસ કરવા માટે મોકલવાના મતનાં નથી! વળી શાળાએ બાળકો વાલીઓની લેખિત મંજૂરી સાથે જ શાળામાં પ્રવેશ મેળવવી શકશે આવી જોગવાઈ છે. અર્થાત બાળકો અભ્યાસાર્થે તો વાલીનાં જોખમે જ જશે.!! આમ સરકાર હવે વિદ્યાર્થીઓનાં આરોગ્ય સલામતી કોઈ બાંહેધરી તો  આપતી નથી..!!

આવી રીતે સરકારશ્રીએ  ગાઈડલાઈનસનું પાલન કરીને ઉપરોક્ત ધોરણની તમામ શાળાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.!! ખરેખર એવું લાગે છે કે સરકારને બાળકોનાં શિક્ષણની ખૂબ ચિંતા છે.!! જો આવું જ હોય તો સરકારશ્રીએ પ્રાથમિક શિક્ષણમાં ખાનગીકરણની નાબૂદી કરી અને સરકારી તંત્ર દ્વારા જ બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવાની જવાબદારી પણ સ્વીકારવી લેવી  જોઈએ  અને નવી શિક્ષણ નીતિમાં એક નવોન્મેષ ક્રાંતિકારી પરિવર્તન પણ લાવવું જોઈએ. એમ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે સંચાલકોનાં પ્રભાવને પણ સરકારે ખાળવો જોઈએ. જો કે આમ ગણીએ તો શિક્ષણએ આજે લાખોનો વ્યવસાય થઈ ગયો છે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અને યત્રતત્ર સર્વત્ર આજે શિક્ષણ જગતે પોતાની પ્રાચીન અસ્મિતા ગુમાવી દીધી હોય તેવું લાગે છે.. હવે એ સમય આવી ચુક્યો છે કે આરોગ્યલક્ષી સુરક્ષા વ્યક્તિએ જાતે જ કરવી..હજુ પણ સમય છે નિષ્ણાંતો અને વાલીવર્ગ સાથે ઘનિષ્ઠ ચર્ચા કરી આ નિર્ણય અંગે પુનઃ વિચારણા કરવાનો. જો કે અંતે તો સત્તા આગળ શાણપણ પણ  શું કામનું?

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here