(જીએનએસઃ હર્ષદ કામદાર)
૨૦૨૦ નું વર્ષ પૂરું થવાના અંતિમ દિવસોમાં છે. અને તે વિશ્વના દેશો સાથે ભારત માટે પણ કોરોના વાયરસ બાબતે ઐતિહાસિક બની રહ્યું છે જેને માનવ જગત ભૂલી શકશે નહીં. માર્ચ મહિનામાં દેશમાં પ્રવેશી ગયેલા કોરોના વાયરસે લોકોના જીવન છિન્ન ભિન્ન કરી નાખ્યા, વિકાસના, વહેવારના, ધાર્મિક, સામાજિક વ્યવહારો અને સંબંધો ની ઘટમાળ પર સંપૂર્ણ પાબંધી ફરી વળી.. જેની આસરો આજે પણ વર્ષના અંતિમ દિવસોમાં સ્પષ્ટપણે દેખાઈ આવ્યાં છે. સરકારે કોરોના સાકળ તોડવા મોટામાં મોટો નિર્ણય લીધો કર્ફ્યુ નાખીને….. પરંતુ લોકો આ બાબતને સમજી શક્યા નહીં અને કર્ફ્યુ પૂર્ણ થતાં જાણે કોરોના ખતમ થઈ ગયો કે ભાગી ગયો છે તેમ માની દેશભરમાં અગણિત વિસ્તારોમાં લોકો દીવા અને ઢોલ-ત્રાંસા, થાળી-વેલણ સાથે રસ્તા પર આવી ગયા અને વાતાવરણ ગજાવી મૂક્યું. પછી બીજા દિવસે સરકારને જાહેરાત કરવી પડી કે કોરોના ગયો નથી દરેકે સાવચેત રહેવાની જરૂર છે. ત્યારબાદ દિવસે દિવસે કોરોના કેસ વધવા લાગ્યા અનેકોને મોતના મુખમાં ધકેલવા લાગ્યો જ્યારે કે મીડિયા જગતેએ હદે કોરોના બાબતે જાણી-અજાણી વાતો સમાચાર રૂપે રજુ કરી કે આમ પ્રજામાં મોટા પ્રમાણમાં ડર વ્યાપી ગયો….!! સરકારે દેશભરમાં સમયને આધીન લોકડાઉન જાહેર કર્યું અને દેશભરના તમામ પ્રકારના આવા-ગમન, હરવા-ફરવા, યાત્રા પર પાબંધી આવી ગઈ તે સાથે એકબીજાથી અંતર જાળવવા, મોઢે માસ્ક બાંધવા, હાથ ધોવા સહિતની જરૂરી સૂચનાઓ આમ પ્રજાને આપવામાં આવી. તે સાથે દેશભરની ટ્રેનો, ટ્રાન્સપોર્ટ, વિમાનો,હેરફેર સહિતની સેવાઓ પર પાબંધી આવી ગઈ. અને સ્થાનિક સ્તરે લોકોને હરવા કરવા પર પણ પાબંદી આવી ગઈ,નાના-મોટા તમામ પ્રકારના ઉદ્યોગો, વેપાર-ધંધા, રોજગાર બધું જ બંધ…પરિણામે કરોડો લોકો બેરોજગાર બની ગયા. અનેકોએ ખાવા-પીવા રહેવા સહિતની તકલીફો થતાં સ્થળાતર કરવા ફરજ પડી… આખરે કોરોના નાથવા માટે વિશ્વભરમાં વેક્સિન સંશોધનમાં પડેલા વૈજ્ઞાનિકો અને તજજ્ઞોને સફળતા મળવાના દ્વાર મળી ગયા. અને અંદાજે ૨૦ જેટલી રસી શોધી કાઢી હોવાના દાવા થયા. જે પૈકી ૭ જેટલી રસી સફળ રહી હોવાના દાવા થવા સાથે તે રસી વિવિધ દેશોમાં લોકોને આપવાનું શરૂ કરી દેવામાં આવ્યુ……!
ભારતમાં ત્રણ જેટલી રસીને સફળતા મળી. પરંતુ હરિયાણાના ધારાસભ્યએ રસી લીધા બાદ તેમનું સ્વાસ્થ્ય કથળતા હાર આઈસીયુમા છે.. જેના પ્રત્યાઘાત દેશભરમાં પડતા લોકો અનેક પ્રકારની શંકા-કુશંકાઓ કરવા લાગ્યા….જ્યારે કે વિદેશોમા કોરોના માર્ક રસી બાબતે આમ પ્રજાની શંકાઓ દૂર કરવા સાથે કોરોના રસી લેવા પ્રોત્સાહિત કરવા અમેરિકાના ભૂતપૂર્વ ત્રણ રાષ્ટ્રપતિઓએ રસી લેવાની પહેલ કરી અને દાખલો બેસાડ્યો…. તો બ્રિટનના મહારાણી એલિઝાબેથ અને તેમના પતિએ રસી લીધી એ જ રીતે રશિયાના વડાએ પણ રસી લીધી અને આ નેતાઓએ પોતાની પ્રજાને કોરોના વેક્સિન લેવા પ્રોત્સાહિત કર્યા. ભારતમાં ત્રણ રસી શોધાઈ અને તેમાં સફળતા મળી તેમજ રશિયા અને અમેરિકામા સફળ થયેલ રસી પણ ભારતમાં આવી પહોંચી છે.તો બાકી આવી પહોંચવાની તૈયારીમાં છે પરંતુ લોકોની શંકાઓ દૂર કરવા દેશના મોટાભાગના રાજનેતાઓ રસી લેવા તૈયાર થયા નથી….જે હકીકત છે…..!? છતાં ભારતમાં અનેકો આ રસી લેવા તૈયાર છે. તો કેટલાકે રસી લીધી અને સફળ રહી છે. હવે સમયની રાહ જોવાઈ રહી છે કે હવે નેતાઓ રસી લેવા ક્યારે તૈયાર થાય છે…..?!