લોકોની નિરાશા દુર થાય તે જરૂરી

0
14
Share
Share

બિહાર અને અન્યત્ર શાનદાર જીત બાદ મોદી પાસેથી વધુ અપેક્ષા

માત્ર મોટી યોજનાઓથી કામ નહીં ચાલે લોકો સુધી લાભો પહોંચી રહ્યા છેકે કેમ તે કામ સૌથી ગંભીરતા સાથે કરવાની તાકીદની જરૂર

કોરોના કાળમાં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણી અને જુદા જુદા રાજ્યોને આવલી લેતી ૫૯ વિધાનસભાની પેટાચૂંટણીમાં નરેન્દ્ર મોદી મેજિક વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર જોરદાર સપાટો બોલાવ્યો છે. કોરોના કાળમાં આ ચૂંટણી યોજાઇ હતી. તમામ નિષ્ણાંતો પણ માની રહ્યા હતા કે કોરોના કાળમાં લોકડાઉન અને અન્ય રીતે લોકો હેરાન થયા તેને લઇને મોદીને ચૂંટણીમાં ફટકો પડશે પરંતુ તેમની લોકપ્રિયતા સતત વધી છે. કોરોનામાં લોકોએ જે રીતે તેમના કામોને પસંદ કર્યા છે તે જોતા પરિણામ આવ્યા છે. ગુજરાતમાં તમામ આઠ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને અન્યત્ર ભાજપની જીત થઇ છે. હવે મોદીની અને ભારતીય જનતા પાર્ટીની સરકારોની જવાબદારી અનેક ગણી વધી ગઇ છે. બેરોજગારી, મોંઘવારી અને અન્યત્ર મોરચા પર સામાન્ય અને ગરીબ લોકોને સીધી મદદ મળે તે સમય હવે આવી ગયો છે. હાલની  ચૂંટણી અને તે પહેલા લોકસભાની ચૂંટણીમા સતત બીજી વખત ઇતિહાસ સર્જીને પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  તેમના શાસનકાળામાં શ્રેણીબદ્ધ લોકલક્ષી પગલા  ચોક્કસ લીધા છે.હજુ પણ લઇ રહ્યા છે. આત્મનિર્ભર ભારત હેઠળ પેકેજ કોરોના કાળમાં જાહેર થઇ રહ્યા છે.  કેટલાક એવા પગલા પણ લેવામાં આવ્યા છે જેની અસર થોડાક સમય બાદ દેખાશે. વડાપ્રધાન મોદી દ્વારા જે મહત્વકાક્ષી યોજના જાહેર કરવામાં આવી છે તે યોજના પર અપેક્ષા કરતા ધીમી ગતિએ હજુ પણ કામ થઇ રહ્યુ છે. આવી સ્થિતીમાં લોકોને જે ગતિએ લાભ મળવા જોઇએ તે રીતે મળી રહ્યા નથી. આવી સ્થિતીમાં યોજનાના લાભ લાયક લોકો સુધી પહોંચી રહ્યા છે કે કેમ તે અંગે ધ્યાન આપવાની જરૂર છે. આના માટે સંબંધિત અધિકારીઓ અને મંત્રીઓ સતત સક્રિય રહે તે જરૂરી છે. મોદીએ આના માટે કેટલીક પહેલ કરવી જોઇએ. હાલમાં કેટલીક યોજના જાહેર કરાઇ છે. જેમાં જન ધન યોજના, સ્વચ્છ ભારત. મેક ઇન ઇન્ડિયા, ડિઝીટલ ઇન્ડિયા પરંતુ લોકોને સ્પર્શ કરતા મોંઘવારીના મુદ્દા પર વધારે વાત થઇ રહી નથી. જે મોદી સરકારની નબળાઇ દેખાઇ આવી છે. રોજગારી અને મોંઘવારીને લઇને લોકો વધારે પરેશાન છે. કેટલાક  સામાન્ય લોકોમાં એવી ચર્ચા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અપેક્ષા મુજબ લોકોની અપેક્ષા હજુ પૂર્ણ કરી રહ્યા નથી. લોકોમાં વિશ્વાસને પુન સ્થાપિત કરી મોદી માટે વિકાસના મોરચે આગળ વધવાનો સમય છે. નવી નવી સ્કીમ જાહેર કરીને કામ ચાલશે નહી. લોકો સુધી ઝડપથી તમામ યોજનાના લાભ પહોંચે તે જરૂરી છે. સામાન્ય લોકો હવે વધારે રાહ જોવા માટે તૈયાર નથી. પ્રજાએ નરેન્દ્ર મોદીને ત્રણ કારણોથી પસંદ કર્યા  છે. આ ત્રણ કારણોમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને નોકરીની અછતનો સમાવેશ થાય છે. આ ત્રણ પૈકી બે મોરચે મોદી સરકાર ચોક્કસપણે સફળ રહી છે . આ હકીકત છે કે નોકરી હજુ સુધી આવી નથી પરંતુ જે દિશામાં નરેન્દ્ર મોદી પ્રયાસ કરી રહ્યા છે તેનાથી લાગે છે કે આવનાર દિવસોમાં નોકરીની તકો ચોક્કસપણે વધશે અને મોટા પાયે નોકરીની તકો સર્જાશે. એવી દલીલ કરી શકાય છે કે મોંઘવારીને ઘટાડી દેવા માટે મોદી સરકારના પ્રયાસો કરતા વૈશ્વિક કારણો વધારે જવાબદાર રહ્યા છે. આ તમામ ચર્ચાના વિષય છે. સારી બાબત તો એ છે કે મોદી ગાળામાં ભ્રષ્ટાચારના કોઇ મામલા સપાટી પર આવ્યા નથી. જ્યારે અગાઉની સરકાર વેળા ભાગ્યે જ એવો કોઇ મહિનો રહ્યો હતો જ્યારે એ મહિનામાં ભ્રષ્ટાચારના કેસ સપાટી પર ન આવ્યા હોત. આ બાબત પણ અચ્છે દિનના સંકેત છે. જ્યાં સુધી નોકરીની વાત છે તેમાં સમય લાગી   શકે છે. નોકાણ કરવામાં આવે છે અને કરોબારમાં વદારો થાય છે અને ત્યાર બાદ જ નોકરીમાં વધારો થયા છે. ગયા વર્ષના ગાળા દરમિયાન જે પ્રોજેક્ટો ફસાયેલા હતા તે પ્રોજેક્ટોને આગળ વધારવાની બાબત મુશ્કેલરૂપ હોય છે. આ તમામ પ્રોજેક્ટની પર્યાવરણ, જનજાતિ ક્ષેત્ર અને અન્ય કોઇ કારણોસર અટવાયેલા હતા.આ પ્રોજેક્ટોની આશામાં કંપનીઓ લોન લઇ ચુકી હતી. પરંતુ પ્રોજેક્ટો શરૂ થઇ રહ્યા ન હતા. આ તમામ સંકેત અર્થતંત્રને પાટા પર લાવવા માટેના છે. આર્થિક સુધારાની દિશામાં જન ધન યોજનાને એક મોટી સફળતા તરીકે જોવામાં આવે તે જરૂરી છે. આધાર કાર્ડ અને જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા બેંક ખાતા એવા માળખાને તૈયાર કરે છે જે મજબુત અર્થતંત્ર તરફ ઇશારો કરે છે.  મોદીને તેમનુ ધ્યાન હવે મેક ઇન ઇન્ડિયા અભિયાનની સફળતા અને દેશમાં કારોબાર કરવાની સુવિધા વધે તેવા પર કેન્દ્રિત કરવુ જોઇએ. સ્વચ્છતા અભિયાન સહિતના અન્ય ધ્યાન  ખેંચનાર અભિયાનને યોગ્ય ગતિ આપવામાં આવે તે જરૂરી છે. સામાન્ય લોકો મોદી સરકારને હવે વધારે સમય આપવા માટે તૈયાર નથી. બીજી બાજુ ભાજપના નેતાઓ, કાર્યકરો અને સંબંધિત લોકોને ખુબ શિસ્ત સાથે રહીને લોકોમાં વિશ્વાસ જગાવવાના પ્રયાસ યથાવત રાખવા પડશે.મોંધવારી ના મુદ્દા પર જો પુરતુ ધ્યાન આપવામાં આવે તો આગામી સમયમાં મોદી સરકાર વધારે લોકપ્રિયતા મેળવી શકે છે. સાથે સાથે વિરોધ પક્ષોને તેની કુશળતા પણ દર્શાવી શકે છે. મોદી સરકાર પાસેથી લોકો વ્યાપક અપેક્ષા રાખી રહ્યા છે. જે પૂર્ણ કરવા ઝડપી પગલા જરૂરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here