લોકશાહી દેશમાં કોઈ પણ ચૂંટણી કરવી એટલી સરળ નથી હોતીઃ અમિત અરોરા

0
27
Share
Share

રાજપીપળા,તા.૩

ભારત દેશના મુખ્ય ચુંટણી કમિશનર અમિત અરોરાએ પોતાની ધર્મ પત્ની સાથે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેઓ હવાઈ માર્ગે કેવડિયાના આરોગ્ય વન નજીકના હેલિપેડ પર ઉતર્યા હતા. નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તા, નર્મદા જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને વડોદરા કલેકટર શાલીની અગ્રવાલ સહિતની ટિમો એમની સાથે જોડાયા હતા. મુખ્ય ચુંટણી કમિશનર અમિત અરોરા આરોગ્ય વનની મુલાકાત બાદ સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવી પહોંચ્યા હતા.

મુખ્ય ચુંટણી કમિશનર અમિત અરોરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તો છે જ પણ સાથે સાથે દેશની એકતાનું પણ એક પ્રતીક છે અને બાંધકામ ક્ષેત્રની એક અજાયબી સમાન છે. વર્ષ ૨૦૦૭ થી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિકલ્પના શરૂ થઈ હતી. મેં જે વિચાર્યું હતું એના કરતા પણ વધુ અજયબીનો મને આ મુલાકાત બાદ અનુભવ થયો છે.સરદાર પટેલે જ્યારે નેટ ન્હોતું અને આઇટી પણ નહોતું એવા સમયમાં કઠોર પરિશ્રમ કરી સામાન્ય ટાઈપ રાઈટિંગના માધ્યમથી લખાણ કરી દેશના ૫૬૨ રજવાડાઓને એક કર્યા અને ભારતને એક કરવાનું કામ કર્યું.

આગામી સમયમાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે ત્યાની સ્થિતિ પણ ગંભીર છે, એ બાબતે અમિત અરોરાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી આયોગની ટીમ અને પશ્ચિમ બંગાળના અધિકારી સુદીપ જૈને બે વખત પ્રવાસ કરી ત્યાંની સ્થિતિનું આકલન કર્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here