લોકલાડીલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ભંડેરી-ભારદ્વાજ

0
25
Share
Share

રાજકોટ, તા.૧
મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના ૬૪મા જન્મદિવસે શુભેચ્છા પાઠવતા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનું જીવન મંગલમયની સાથોસાથ સ્વસ્થ અને દીઘાર્યુ રહે તેવી મંગલ કામના કરી હતી. વધુમાં તેઓએ જણાવેલ કે રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનાં નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસની ગાડી પૂરપાટ દોડી રહી છે ત્યારે હાલ સમગ્ર વિશ્વ કોરોના સંક્રમણની મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે ગુજરાતના સંવેદનશીલ, કાર્યદક્ષ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીની કાર્યનિષ્ઠા અને કાર્યક્ષમતા પર વધુ એક મહોર લાગી છે. રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ ખરેખર કોરોના વોરિયર્સ બન્યા છે ત્યારે તેમના ૬૪માં જન્મદિવસે ધનસુખ ભંડેરી અને નિતિન ભારદ્વાજે ખુબ ખુબ શુભેચ્છા પાઠવેલ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here