લોકપ્રિય વેબસાઇટ અને એપ્સનો વિકલ્પ

0
55
Share
Share

એકવીસમી સદીમાં રહેનારા લોકોની સમસ્યા પણ તેમની રહેણીકરણી સાથે સંકળાયેલી છે.આજે યુગ ટેકનોલોજીનો છે ત્યારે ટેકનોલોજીએ એ હદે જીવન પર વર્ચસ્વ જમાવી દીધું છે કે માણસની પ્રાઇવસી પર જોખમ ઉભું થઇ ગયું છે લોકો સ્માર્ટફોનથી માંડીને સીસીટીવી દ્વારા તેમની પ્રાઇવસી પર થઇ રહેલા એટેકને રોકવાનો વિકલ્પ શોધી રહ્યાં છે.આજે લોકો પ્રાઇવસી અને સુરક્ષાનો વિચાર કરી રહ્યાં છે.ત્યારે તેમની સુરક્ષાનો વિચાર કરનાર કેટલીક એપ્સ અને વેબસાઇટ આજે અસ્તિત્વ ધરાવે છે જે લોકોની પ્રાઇવસી અને તેમની સુરક્ષાનો પુરો ખ્યાલ રાખે છે.જ્યારથી ગુગલ સર્ચ માર્કેટમાં આવ્યું છે ત્યારથી તેણે આ બાબતે પોતાની સર્વોપરિતા સ્થાપિત કરી દીધી છે આજે ઇન્ટરનેટ ગુગલનો ઉપયોગ કર્યા વિના વાપરી શકાય તેવી કલ્પના પણ કોઇ કરી શકતું નથી અને એ કારણે જ ગુગલે પણ  લોકોનાં રોષ કે ગુસ્સાની પરવા કર્યા વિના તેમની માહિતી એકત્ર કરવાનું અને તેને અન્યોને આપવાનું કાર્ય કરવા માંડ્યું છે. તેવામાં લોકોએ ગુગલનો પર્યાય આપવાની દિશામાં વિચાર કરવાનો આરંભ કર્યો હતો અને તેમાં જન્મ થયો છે ડક ડક ગોનો જે ગુગલનો પર્યાય બની શકે છે.ગુગલની જેમ ડક ડક ગો કોઇ ડેટા એકત્ર કરતું નથી.તમે કોઇપણ માહિતી તેમાં કોઇપણ પ્રકારની ભીતિ રાખ્યા વિના શોધી શકો છો.ગુગલ દ્વારા જે કેટલાક ફીચર્સ દુર કરી દેવાયા છે તે ફીચર્સનો ઉપયોગ ડક ડક ગોમાં કરી શકાય છે.તેનું ઇન્ટરફેસ પણ ઘણુ સાદુ સીધુ છે જેમાં કોઇપણ પ્રકારની એડ જોવા મળતી નથી તેના કોર્નર પર એક વિશાળ બતકનું ચિહ્ન જોવા મળે છે.સફારી, ક્રોમ, ફાયરફોકસ એ આજે દરેક ઇન્ટરનેટ યુઝર્સની પસંદગીના બ્રાઉઝર છે અને આ બ્રાઉઝર પણ લોકોની પરવા કર્યા વિના યુઝર્સની માહિતી એકત્ર કરે છે ત્યારે આ બ્રાઉઝર્સનો પર્યાય આજે ઉપલબ્ધ છે જેનું નામ છે એપિક બ્રાઉઝર.વર્ષ ૨૦૦૮માં ગુગલે પોતાનું બ્રાઉઝર ગુગલ ક્રોમ લોન્ચ કર્યુ હતું અને ત્યારબાદ તે યુઝર્સ માટે ફેવરિટ બની ગયું હતું.આજે તેના કારણે જ ગુગલ શેરબજારમાં પણ બહુ સારી સ્થિતિમાં આવી ગયું છે.તેવામાં એપિક તમામ લોકપ્રિય બ્રાઉઝરનો વિકલ્પ બની શકે છે.તે તમામ પ્રકારની જાહેરાતોને બ્લોક કરી દે છે અને ઉપયોગ કરનારની કોઇ માહિતી પણ તે સ્ટોર કરતું નથી.તેમાં ઇનકોગ્નિટો મોડ પરમેનેન્ટ વાપરી શકાય છે.જ્યારે બ્રાઉઝર બંધ થાય ત્યારે આપોઆપ જ હિસ્ટ્રી, કુકી ડિલીટ થઇ જતા હોય છે.જો કે આ બ્રાઉઝરમાં ગુગલ ક્રોમનાં કોઇ એકસ્ટેન્શનનો ઉપયોગ કરી શકાતો નથી.

ટવીટર આજે સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા સાઇટ છે.તેવામાં તેના વિકલ્પ તરીકે મેસ્ટોડોન લોકપ્રિય બની રહી છે.આ સાઇટની મજાની વાત એ છે કે અહી કશું જ કેન્દ્રીકૃત નથી અહી લોકો પોતાની સાઇટ જાતે પણ બનાવી શકે છે.મેસ્ટોડોનને સાથ આપી રહ્યું છે ગેબ જે મુક્ત વિચારસરણી અને તેની અભિવ્યક્તિને પ્રાધાન્ય આપે છે.અહી ઝીરો સેન્સરશીપનો અમલ કરાય છે.ટવીટર લોકપ્રિય થયા બાદ તેનો વિકલ્પ બનવા માટે ગેબ અને મેસ્ટોડોને તેમના યુઝર્સને ૫૦૦ શબ્દો કરતા વધારે શબ્દોની પોસ્ટનો વિકલ્પ આપ્યો હતો.તેમ છતાં લોકોને તેમાં ફેસબુક જેવી મજા આવતી ન હતી તેવામાં માઇન્ડસ એક લોકપ્રિય વિકલ્પ બની ગયું છે.આ સાઇટ તેના યુઝર્સની પ્રાઇવસીનો પુરો ખ્યાલ રાખે છે અને તેમનો કોઇ ડેટા તે એકત્ર કરતું નથી.આ ઉપરાંત માઇન્ડસ તેના યુઝર્સને તેના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કમાણી કરવાની પણ છુટ આપે છે.અહી યુઝર્સને તેની પોસ્ટની લોકપ્રિયતાને આધારે નાણાં મળી શકે છે.

વોટસએપ આજે સૌથી વધારે લોકપ્રિય છે અને મોટાભાગનાં યુઝર્સ તેનો ઉપયોગ અન્ય સાથે સંપર્ક રાખવા માટે કરે છે.વોટસએપ પરનાં મેસેજ અને કોલ્સ ઇન્ક્રીપ્ટેડ હોય છે અને થર્ડપાર્ટી દ્વારા તેને ઉકેલી શકાતા નથી.જો કે તેમ છતાં લોકોને એ વાતની શંકા રહે જ છે કે તેમની માહિતી વોટસએપ એકત્ર કરી રહ્યું છે અને તેનો શો ઉપયોગ થતો હશે તે વિશે તેઓ હંમેશા શંકાશીલ રહે છે.ફેસબુક તો તેની આ પ્રકારની કામગિરીને કારણે કુખ્યાત છે.તેવામાં ફેસબુક અને  વોટસએપ દ્વારા જે ઇન્ક્રીપ્શન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તે જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલ સિગ્નલ યુઝર્સ માટે સારો વિકલ્પ બની રહી છે.આ પણ એક મેસેજિંગ એપ્સ છે.તેમાં સ્ક્રીનશોટ બ્લોકિંગ, જાતે જ સંદેશાઓનો નાશ અને નોન લિયરીંગ કી બોર્ડની સુવિધા છે જે યુઝર્સ માટે બહુ ઉપયોગી સાબિત થાય છે.આ ઉપરાંત અહી લોકો પાસવર્ડનો પણ ઉપયોગ કરી શકે છે.સિગ્નલનો ડેટા સ્થાનિક સ્તરે એકત્ર થાય છે અને તે ઇન્ક્રીપ્ટેડ હોય છે.આ એપ્સ હાલમાં પત્રકારો અને પ્રદર્શનકારીઓમાં સૌથી વધારે લોકપ્રિય છે.

ઇમેલ મોકલવા માટે આજે ગુગલમેઇલ એટલે કે જીમેઇલનો સૌથી વધારે ઉપયોગ થાય છે ત્યારે પ્રોટોનમેલ તેનો ઉત્તમ વિકલ્પ બની શકે તેમ છે.આ સર્વિસ પણ વિનામુલ્યની અને સબસ્ક્રીપ્શન આધારિત છે.અન્ય ઇમેલ સર્વિસની જેમ જ તે પણ સારી રીતે પોતાની કામગિરી બજાવી શકે છે.જો કે અન્ય મેઇલ સર્વિસમાં જ્યાં તમારા મેસેજની પ્રાઇવસી શંકાસ્પદ રહે છે ત્યાં પ્રોટોનમેલમાં તે માહિતી એકદમ સુરક્ષિત રહે છે.આ ઉપરાંત તમારો મેલ સુરક્ષિત રાખવા માટે તમે પાસવર્ડનો ઉપયોગ કરી શકો અને તે કારણે તે મેઇલ પ્રોટોનમેલ ધારક સિવાય અન્ય કોઇપણ વાંચી શકતું નથી.તમે તમારા મેઇલની એકસપાયરી ડેટ પણ નક્કી કરી શકો છો.આ મેલ પરથી તમે પ્રતિદિન ૧૫૦ મેઇલ કરી શકો છો  અને તેનાં સૌથી સસ્તા સબસ્ક્રીપ્શનમાં આ સંખ્યા ૧૦૦૦ સુધી હોય છે.આ મેલ સર્વિસ પર્સનલ અને પ્રોફેશ્નલ બંનેની જરૂરિયાતોને સમજીને કામગિરી કરે છે.એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ માટે આજે સ્નેપચેટ ઉત્તમ મેસેજિંગ અને વીડિયો કોન્ફરન્સિંગ એપ્સ છે.જો કે તેનો વિકલ્પ બની શકે તેવી વિકર પણ આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.આ ઉપરાંત તેનું ડેસ્કટોપ વર્ઝન પણ ઉપલબ્ધ છે.તેમાં અન્ય એપ્સ જેવી તમામ સુવિધાઓ હોવા ઉપરાંત તેમાં કેટલાક નવા પગલાઓ પણ લેવાયા છે જે યુઝર્સની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયા છે.તેના પર મેસેજ મોકલાયા બાદ આપોઆપ તે દુર થઇ જાય છે.તેના પર તમારી ઓળખ પણ ગુપ્ત રહે છે અને કોઇપણ વ્યક્તિ ક્યારેય પણ તમારી ઓળખ કરી શકતો નથી.આમ તો તેની રચના હાઇ પ્રોફાઇલ બિઝનેશ પ્રોફેશ્નલને ધ્યાનમાં રાખીને કરાઇ હતી.જો કે તે તમામ પ્રકારનાં લોકોમાં ખ્યાતિપ્રાપ્ત બની ચુકી છે.ડ્રગ્ઝ ડીલર્સ તેમનાં ગ્રાહકોની શોધ માટે તેનો ઉપયોગ કરે છે અને તે કારણે જ ફ્રોડની ફરિયાદો વધી જવા પામી છે.ફોટો સ્ટોરેજની સુવિધા તમામ પ્રકારની એપ્સમાં ઉપલબ્ધ હોય છે જ્યાં લોકો તેમનાં તમામ પ્રકારના ફોટોગ્રાફ સાચવી રાખતા હોય છે.જો કે ઓનલાઇન ફોટો સ્ટોરેજની સુવિધા આજે જે પ્રકારે છે તે પ્રકારે ૨૦૧૫માં ન હતી.ગુગલ ત્યારે એ પ્રકારની કલાઉડ સર્વિસ આપતું હતું.જે કલાઉડ સ્ટોરેજ નામે જાણીતું છે.જો  કે તેમનો ઉપયોગ તેમણે જાહેરાત કંપનીઓને તે ફોટોગ્રાફસ ઉપલબ્ધ કરવા માટે કર્યો હતો.તેવામાં આઇ ડ્રાઇવ તેનો યોગ્ય વિકલ્પ બની રહ્યું છે.અહી તમારી પરવાનગી સિવાય કોઇપણ તમારા ફોટોગ્રાફને જોઇ શકતું નથી.અહી યુઝર્સને બેકઅપ, આર્કાઇવ્ઝ, ઇન્સ્ક્રીપ્શન અને સિક્યુરિટીની પુરી બાંહેધરી મળે છે.ગુગલ પંદર જીબી ડેટાની સુવિધા વિનામુલ્ય આપે છે જ્યારે આઇડ્રાઇવ માત્ર પાંચ જીબીની સુવિધા આપે છે ત્યારબાદ તે પાંચ ટીબી ડેટા માટે પચાસ ડોલર વાર્ષિક ફી ચાર્જ કરે છે.

ફેસબુકની ઇન્સ્ટ્રાગ્રામ આજે યુઝર્સમાં સૌથી વધારે લોકપ્રિય છે ત્યારે આ એપ્સ લોકોનો ડેટા એકત્ર કરે છે કે નહી તે વિશે લોકોમાં શંકા રહે છે.ગુગલ જ્યારે લોકોનાં ફોટોગ્રાફને સ્કેન કરીને તેનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે ત્યારે અન્ય કંપનીઓ તેમ નહી કરતી હોય તે વાત શંકાસ્પદ રહે છે.તેઓ તમારા તમામ ફોટોગ્રાફ તેમની આર્કાઇવ્ઝમાં તમારી જાણ બહાર જ સંગ્રહીત કરતા હોય છે તે એક સત્ય હકીકત છે.આ કારણે જ મેસ્ટોડોને તેના વિકલ્પરૂપે પિક્સલ ફેડની રચના કરી છે.આ એપ્સ ઇન્સ્ટ્રાગ્રામનો વિકલ્પ બની શકે તેમ છે.આ એપ્સ યુઝર્સનો કોઇ ડેટા એક્ત્ર કરતી નથી.

એન્ડ્રોઇડ અને આઇફોનનો ઉપયોગ કરનાર યુઝર્સ માટે કોઇપણ પ્રકારની એપ્સ એવી નથી કે જે તેમની માહિતીનો સંગ્રહ કરતા રોકી શકે.ડકડક ગો ઉત્તમ છે પણ તેનો ઉપયોગ પિક્સલ ફોન પર કરવો અર્થહીન છે.તેવામાં આ પ્લેટફોર્મનો વિકલ્પ શો હોઇ શકે તેવો પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે અને તેનો ઉત્તર છે લિબરમ.આ ફોનને માર્કેટમાં સૌથી સિક્યોર ફોન ગણાવાય છે.લિનકસ પર આધારિત આ ડિવાઇસમાં એ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે જે યુઝર્સને જોઇતી હોય છે.આ ઉપરાંત તેમાં કીલસ્વીચની વધારાની સુવિધા પણ છે.જો કે હાલમાં જ લોન્ચ થયેલા લિબરમ ફાઇવ માટે યુઝર્સમાં ઘણો અસંતોષ જોવા મળ્યો હતો.જો કે યુઝર્સમાં તેની પ્રાઇવસી સુરક્ષા અને સિક્યોરિટી માટેની તેમની તત્પરતા વધારે મહત્વપુર્ણ બની રહી છે.પત્રકારોમાં લિબરમ વધારે લોકપ્રિય છે.આ ઉપરાંત લિબરમે લિબરન ૧૩ નામે લેપટોપ્સ અને લિબરમ ૧૫ નામે ડેસ્કટોપ કોમ્પ્યુટર્સનું ઉત્પાદન પણ શરૂ કર્યુ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here