લોકડાઉનમાં રામાયણનાં લક્ષ્મણે અપનાવ્યો નવો લૂક

0
22
Share
Share

સુનીલ લહરીએ તેના ટિ્‌વટર પર લખ્યું છે, આ લોકડાઉનમાં માથાનાં વાળ કાપવાની કળા પણ શીખી લીધી છે

મુંબઈ, તા. ૨૪

સુનીલ લહરી ટિ્‌વટર પર તેની નવી તસવીર શેર કરી છે જેમાં પોની ટેલ બાંધેલા નજર આવે છે. સુનીલ લહરીએ લખ્યું છે, આ લોકડાઉનમાં માથાનાં વાળ કાપવાની કળા પણ શીખી લીધી છે.

લોકડાઉન ખુલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અનલોક-૧ હાલમાં ચાલુ છે. જોકે, હજુ પણ કોરોનાનો ખતરો ઓછો નથી થયો. એવામાં લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળે છે. તેવામાં જો વાળ કાપવાની વાત હોય તો હાલમાં લોકો તે માટે સલૂનમાં જવાનું ટાળે છે. રામાયણનાં લક્ષ્મણનો રોલ અદા કરનાર સુનીલ લહેરીમાં વાળ કપાવવા માટે સલૂન નથી ગયા.

સુનીલ લહેરીએ તેમનાં ઘરે જાતે જ હેર કટિંગ કરી લીધી છે. સુનીલે તેનાં ટિ્‌વટર પર તેની એક તસવીર શેર કરી હતી જેમાં તે પોનીટેલ બાંધેલો નજર આવે છે. તસવીરની કેપ્શનમાં સુનીલ લહેરીએ લખ્યું કે, ’આ લોકડાઉનમાં માથાનાં વાળ કાપવાની કળા શીખવી દીધી., પાછળનાં વાળ ન કાપી શક્યો.’

બોલિવૂડનાં તમામ એક્ટર્સ દ્વારા લોકડાઉનમાં તેમનાં વાળ ઘણાં વધારવામાં આવ્યાં છે. કાર્તિક આર્યનથી લઈને રણવીર સિંહ સુધી તમામ એક્ટર્સે તેમનાં વાળ કપાવતા નજર આવ્યાં હતાં. હવે તેમામ નવાં લૂકમાં ફેન્સ સામે નજર આવ્યાં છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here