ન્યુ દિલ્હી,તા.૧૩
ભારતીય યુવા વિકેટકિપર-બેટ્સમેન ઋષભ પંતે છેલ્લા કેટલાક મહિનામાં ૧૦ કિલોથી વધુ વજન ઘટાડ્યુ છે. ઋષભ પંતના બાળપણના કોચ તારક સિન્હાએ હાલમાં જ આ વાતનો ખુલાસો કર્યો છે. ઋષભ પંત કોરોના સમયમાં ફરીથી ક્રિકેટની શરૂઆત કરનાર પ્રથમ ખેલાડી હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લીધો.
આઈપીએલની ૧૩મી સીઝન દરમિયાન, એવું જોવા મળ્યું હતું કે દિલ્હીના વિકેટકીપર બેટ્સમેનનુ થોડું વજન વધી ગયુ છે. જેના કારણે ખેલાડીની ટીકાઓ થઇ હતી. ખાસ કરીને આઈપીએલમાં નિરાશા જનક પ્રદર્શન બાદ તેના વજનને લઇને ચર્ચાઓ શરૂ થઈ હતી.
દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત તારક સિન્હાએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન ઋષભ પંત પાસે તેમના વતનમાં તાલીમની સુવિધા નહોતી અને તેથી તે આઈપીએલની શરૂઆતમાં એટલો ફીટ ન હતો. જોકે ખેલાડીએ તેની ફીટનેસ પર ખુબજ ધ્યાન આપ્યુ. શરીર પર લાગેલ ચરબીના થર ઓછા કર્યા.
તારક સિન્હાએ આકાશ ચોપડા અને શિખર ધવન જેવા ઇન્ટરનેશનલ ખેલાડીઓનો કોચ છે. તારકે જણાવ્યુ કે મને ઋષભની ફીટનેસને લઇને કોઇ ચિંતા ન હતી કેમકે મને તેની મહેનત પર ભરોસો છે જો કે તેનો ડગમગતો આત્મવિશ્વાસ ક્યાંક ખોવાઇ ગયો હતો.
ઋષભ પંતનો આઈપીએલ ૨૦૨૦માં ૧૧૩.૯૫ અને ૩૧.૧૮ નો સ્ટ્રાઇક રેટ છે ૧૪ મેચમાં સરેરાશની ૩૪૩ રન બનાવ્યા હતા. આઈપીએલની આ સીઝનમાં પંતના બેટમાંથી માત્ર એક અડધી સદી બહાર આવી હતી. પોતે પણ તેના પ્રદર્શનથી નિરાશ થયો હતો.