લૉકડાઉનઃ ૨૦૨૦માં સૌથી વધુ સર્ચ થયુ ‘તારક મહેતા’, બિગબૉસ-મિર્ઝાપુરને પછાડ્યા

0
21
Share
Share

મુંબઈ,તા.૨

૨૦૨૦એ દુનિયાભરને દુખ અને પરેશાનીઓ આપી છે. તેવામાં લાગે છે કે એન્ટરટેન્મેન્ટના નામે પણ લોકો ખુશીનું માધ્યમ શોધી રહ્યાં છે. તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે યાહુની આ વર્ષની લિસ્ટમાં કોમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટી ચશ્મા’ સૌથી વધુ સર્ચ કરવામાં આવેલો શૉ બની ગયો છે. યાહૂની લિસ્ટમાં આ શૉ સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ફિલ્મ્સ અને ટીવી શૉ બની ગયો છે.

યાહૂની લિસ્ટમાં આ શૉ સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ફિલ્મ્સ અને ટીવી શૉમાં ટૉપ પર છે. જેમાં મિર્ઝાપુર અને બિગબૉસ જેવા રિયાલિટી શૉને પણ પછાડી દીધાં છે. એટલે કે સ્પષ્ટ છે કે ૧૨ વર્ષો પછી પણ જેઠાલાલનો અંદાલ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

યાહૂની આ લિસ્ટ મંગળવારે સામે આવી છે. આ લિસ્ટમાં પૌરાણિક ધારાવાહિક અને લોકડાઉનમાં ચર્ચામાં રહેનાર મહાભારત અને રામાયણ પણ સામેલ છે. મહાભારત આ લિસ્ટમાં નંબર ૨ પર અને રામાયણ નંબર ૪ પર છે. આ બંને શૉ લૉકડાઉન દરમિયાન દૂરદર્શન પર ફરીથી ટેલીકાસ્ટ કરવામાં આવ્યા હતાં.

ત્રીજા નંબરે આ લિસ્ટમાં સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ રહી છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ આ ફિલ્મ ‘ડિઝની પ્લસ હૉટસ્ટાર’ પર રીલિઝ કરવામાં આવી હતી અને તેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો. સાથે જ સુશાંત સિંહ રાજપૂત આ વર્ષે સૌથી વધુ સર્ચ કરવામાં આવેલો સેલેબ્રિટી છે. જ્યારે એક્ટ્રેસમાં આ નામ રિયા ચક્રવર્તીનું રહ્યુ છે.

‘ધ કપિલ શર્મા શૉ’ આ લિસ્ટમાં રામાયણ બાદ પાંચમા નંબરે રહ્યો છે અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘બાગી ૩’ છઠ્ઠા નંબર પર રહી છે. આ ફિલ્મ ભારતમાં કોરોનાના પ્રસાર દરમિયાન રીલિઝ થઇ હતી અને તેના કારણે ફિલ્મને વધુ લાંબો સમય સિનેમાઘરોમાં ન મળ્યો. સાથે જ બિગબૉસ ૨૦૨૦માં સર્ચ કરવામાં આવેલુ ૭મુ ટાઇટલ છે. બિગબૉસની ૧૪મી સીઝન હાલ ટેલીકાસ્ટ થઇ રહી છે અને સતત ચર્ચામાં પણ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here