લેપટોપની સ્થિતીને સુધારી શકાય

0
27
Share
Share

બજેટ લેપટોપ સમયની સાથે સાથે ધીમા થતા જાય છે કારણ કે…
લેપટોપની સ્પીડને લઇ યુઝર હમેંશા પરેશાન રહે છે : વિન્ડોઝ અપડેટ ઇન્સ્ટોલ કરી, હાર્ડ ડ્રાઇવને વ્યવસ્થિત કરી શકાય : રિસેટ કરી શકાય
આધુનિક સમયમાં મોટા ભાગના લોકો પાસે લેપટોપ છે. લેપટોપમાં પણ તમામ પ્રકારની જરૂરી સુવિધા હોય છે પરંતુ મોટા ભાગના યુઝર્સ લેપટોપની સ્પીડને લઇને પ્રશ્નો કરતા રહે છે અને તેની સ્પીડ વધારી દેવા માટે પ્રયાસ પણ કરે છે. ટેકનોલોજી સાથે જોડાયેલા નિષ્ણાંત લોકોનુ કહેવુ છે કે સામાન્ય રીતે બજેટ લેપટોપ્સ સમયની સાથે સાથે ધીમા થતા જાય છે. આવી સ્થિતીમાં યુઝર્સ કાળજી રાખે તે જરૂરી છે. વિન્ડોઝ અપડેટ કરવા માટેની સલાહ પણ નિષ્ણાંતો આપે છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે માઇક્રોસોફ્ટ નિયમિત રીતે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે અપડેટ્‌સ રિલીઝ કરે છે. મોટા ભાગના યુઝર્સ તેમને મોટા ડાઉનલોડના કારણે ઇગ્નોર કરે છે. પરંતુ આ એક મોટી ભુલ છે. કારણ કે આ અપડેટ્‌સ આપના લેપટોપ માટે મહત્વપૂર્ણ સિક્યોરિટી અને પરફોર્મ પેચેજ તરીકે કામ કરે છે. અપડેટ્‌સને તરત લેવાના બદલે થોડાક દિવસ રોકાઇને આગળ વધવાની જરૂર હોય છે. અપડેટ સ્થિર છે કે કેમ તે અંગે માહિતી મેળવી લેવા માટે થોડાક દિવસ સુધી રોકાઇ જવાની જરૂર રહે છે. તેમાં કોઇ સમસ્યા છે કે કેમ તે અંગે આ રીતે માહિતી મળી શકે છે. ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવા માટે હમેંશા તૈયારી રાખવાની જરૂર રહે છે. કોમ્પ્યુટર ધીમા ચાલવા માટે કેટલાક કારણો હોય છે જે પૈકી સૌથી મોટુ અને ઉપયોગી કારણ ઇન્ટરનલ સ્ટોરેજ ડ્રાઇવ પર બિનજરૂરી ડેટા એકત્રિત થાય છે તે રહે છે. ફ્રી વિનડરસ્ટેટ અથવા તો ડિસ્ક સેવીથી પોતાના સ્ટોરેજ ડ્રાઇવનુ મુલ્યાંકન કરવામાં આવી શકે છે. જુના ડેટાના ેક અપ લેવા જોઇએ. હાર્ડવેયર અપગ્રેડ કરવાની પણ જરૂર હોય છે. જાણકાર લોકો કહે છે કે આપના લેપટોપના પરફોર્મમાં સુધારો કરવા માટે સૌથી સરળ તરીકો હાર્ડવેયર અપગ્રેડ કરવાની બાબત છે. મોટા ભાગના લેપટોપ્સ પોતે અથવા તો સર્વિસ સેન્ટરની મદદથી રેમ અને હાર્ડડ્રાઇવ અપગ્રેડ કરવાની સુવિધા આપે છે. મલ્ટીટાસ્કિંગ માટે રેમને ડબલ કરી શકાય છે. આના કારણે બેઝિક સુધારો નજરે પડશે. જો તમે પરફોર્મમાં મોટા ફેરફાર જોવા માટે ઇચ્છુક છો તો તમે પોતાના લેપટોપ માટે એક ઇન્ટરનલ એસએસડીમાં રોકાણ કરી શકો છો. સાથે સાથે સ્ટાન્ડર્ડ એચડીટીથી મુક્તિ મેળવી શકાય છે. એસએસડીની ઝડપી વાંચવા અને લખવાની ગતિથી ઓવરઓલ સુધારો થશે. આના કારણે બુટ ટાઇમ અને પ્રોગ્રામ લોન્ચમાં સ્પીડ નજરે પડશે. કોમ્યુટર સાથે જોડાયેલા જાણકાર લોકો કહે છે કે પોતાના કોમ્પ્યુટરને હમેંશા સાફ રાખવાની જરૂર હોય છે. જ્યારે લેપટોપ્સની ઇન્ટરનલ હાર્ડ ડ્રાઇવને સાફ કરી લેવામા ંઆવે ત્યારે બહારના કમ્પોનેન્ટસ પર પણ ભાર મુકવાની જરૂર હોય છે. આપ સિસ્ટમને કોઇ પણ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર પર લઇને જઇ શકો છો. સાથે સાથે તેની સફાઇ કરાવી શકાય છે. અથવા તો આ કામ ઘરમાં પણ કરવામાં આવી શકે છે. આના માટે આપને એક ક્લિનિંગ કિટની જરૂર રહેશે. તેની કિંમત ૩૦૦થી ૫૦૦ રૂપિયાની વચ્ચે રહે છે. તેમાં એક ક્લિનિંગ સ્પે, બ્રશ, એયર બ્લોઅર અને માઇક્રો ફાઇબર ક્લોથ સામેલ છે. આની મદદથી આપ કિબોર્ડ, કોર્નર જેવી જગ્યાથી ધુળ અને માટી દુર કરી શકો છો. આ તમામ બાબતો યોગ્ય સાબિત ન લાગે તો રીસેટ કરી શકાય છે. આને છેલ્લા રસ્તા તરીકે જોવામાં આવે છે. સિસ્ટમ રિસેટ કરવાના કારણે લેપટોપના તમામ ડેટા અને એપ્સ ઉંડી જાય છે. સાથે સાથે લેપટોપ્સ ફેક્ટરી ડિફોલ્ટ સ્ટેજ પર પહોંચી જાય છે. આનો અર્થ છે કે લેપટોપ ઓપરેટિંગ સિસ્ટમ એવી જ અવસ્થામાં આવી જાય છે જ્યારે તે પહેલી વખત શરૂ કરવામાં આવી હતી. આ સ્ટેપથી સેટિગ્સઅને પ્રોગ્રામમાં રહેલી દરેક પ્રકારની તકલીફ દુર થઇ જાય છે. તેમાં રહેલા વાયરસ અને માલવેયરની સમસ્યા પણ દુર થઇ જાય છે. આ બાબતનુ ધ્યાન રાખવાની જરૂર હોય છે કે લેપટોપને રિસેટ કરવાની પ્રક્રિયા અલગ અલગ બ્રાન્ડમાં અલગ અલગ હોય છે. વર્તમાન સમયમાં મોટા ભાગના લોકો પાસે હવે લેપટોપ છે ત્યારે કેટલાક સુરક્ષા પાસા પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. કારણ કે આના કારણે લેપટોપ વધારે જોરદાર રીતે કામ કરવાની શરૂઆત કરે છે. સાથે સાથે તે વધારે લાંબા સમય સુધી બગડ્‌યા વગર ચાલે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here