લૂંટારું ગેંગને ઝડપી લેવા નવસારીના પોલીસ જવાને મોત સાથે બાથ ભીડી

0
29
Share
Share

નવસારી,તા.૧૫

નવસારી શહેરમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવતા રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન ટાઉન પોલીસ દ્વારા શંકાસ્પદ વાનના ચાલકો પાસે વાહનના દસ્તાવેજો માંગતા પીકઅપ વાનચાલકે વાન ચાલુ કરી પોલીસકર્મીઓ ઉપર વાહન ચઢાવી દેવાની કોશિશ કરતા ૧ પોલીસકર્મીને પીકઅપનાં ગાર્ડને પકડી લઇ શંકાસ્પદ જણાતા લોકોને પીકઅપમાંથી બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો, પરંતુ વાનમાં બેઠેલા ચાલકે વાન હંકારી જતા ગાર્ડને પકડીને લટકેલા પોલીસ કર્મીને પીકઅપ ચાલક આશરે ૨૫ કિ.મી. સુધી ખેંચી ગયો હતો. પોલીસ કર્મીને ઇજાઓ પહોંચી હતી. વાનમાં સવાર શખસે પોલીસ કર્મીને પલસાણા પાસે આવેલા બલેશ્વર ગામ પાસે ઉતારી દઇ ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે દાખલ કરાયો હતો.

પીકઅપવાન પોલીસ કર્મી પર ચઢાવી દઇ તેને મારવાનો પ્રયાસ કરનાર શખસ સામે ફરિયાદ નોંધાઇ હતી. તમામ લૂંટ ચલાવનાર શીકલીગર ગેંગના સાગરિત હોવાનું પોલીસમાં ચર્ચાઇ રહ્યું છે. નવસારી ટાઉનમાં છેલ્લા અઢી વર્ષથી સાંઢકુવા પોલીસ મથકે ફરજ બજાવતા ગણેશ ચૌધરી રાત્રિએ ટાઉન પોલીસકર્મીઓ સાથે ગુના અટકાવવા ફરજ પર હાજર હતા. તેઓ રાત્રિનાં ૧.૩૦ વાગ્યાનાં સમયે નવસારી રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલ અશોક પાસે પીકઅપ વાન (નં. ય્ત્ન-૦૫-રૂરૂ-૧૪૮૦) ઉભી રહી હતી. જેમાં ૭થી વધુ લોકો હતા. તેમના ઉપર શંકા જતા એલઆરપીસી ગણેશ ચૌધરી અને અહેકો કિશન ગોવિંદ તેમની બાઈક લઈને આ પીકઅપ વાન પાસે આવીને પૂછતાં ચાલકે કહ્યું કે અમે ભૂંડ પકડવા આવ્યા છે.

તેમની વાત શંકાસ્પદ લગતા તેમની પાસે પીકઅપના કાગળ માંગ્યા હતા. અચાનક વાહનચાલકે પોતાનું વાહન ચાલુ કરી પોલીસકર્મીઓને અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અપોકો કિશન ગોવિંદ સાઈડ પર ખસી જતા એલઆરપીસી ગણેશ ચૌધરી ઉપર વાહન ચલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગણેશ ચૌધરી ગાડી આગળ આવી જતા ગાર્ડ પકડી લીધો હતો. પોલીસકર્મી કારનાં ગાર્ડ ઉપર લટકી ગયો હતો. જેને પલસાણા ઉતારી દઇ શંકાસ્પદ શખસો ભાગી છૂટ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here