લૂંટારુંએ બંદૂકની અણીએ રિપોર્ટરને લૂંટી લીધો

0
30
Share
Share

લૂટારુંએ રિપોર્ટરના માઇકને ઝૂટવવાનો પ્રયાસ કર્યો હતો  જે બાદમાં તેણે કેમેરામેન અને ક્રૂ સામે બંદૂક તાકી હતી

ઈક્વાડોર,તા.૨૦

ઇક્વાડોર ખાતે ગત શુક્રવારે લાઇવ રિપોર્ટિંગ કરતી વખતે એક રિપોર્ટર અને તેના ક્રૂને બંદૂકની અણીએ લૂંટી લેવામાં આવ્યા હતા. આ બનાવના ફૂટેજ સામે આવ્યા છે. જેમાં હાથમાં ગન સાથે એક લૂંટારું રિપોર્ટર અને તેના ક્રૂ પાસેથી રોકડની માંગણી કરે છે અને બાદમાં ત્યાંથી ફરાર થઈ જાય છે. લૂંટારું હાથમાં બંદૂક સાથે ફોન’ એવી બૂમ પાડે છે. સ્કાય ન્યૂઝના જણાવ્યા પ્રમાણે ઇક્વાડોરની સ્પોર્ટ્‌સ પત્રકાર ડિયાગો ઓર્ડિનાલો એક ટીવી ચેનલ માટે લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન લાઇવ બ્રોડકાસ્ટિંગમાં એક લૂંટારુએ વિક્ષેપ નાખ્યો હતો. લૂંટારું ચહેરા પર માસ્ક બાંધીને આવ્યો હતો અને તેણે સીધી જ રિપોર્ટરના મોઢા સામે બંદૂક તાકી દીધી હતી. આ સમયે કેમેરો ચાલુ હોવાથી આ દ્રશ્યો કેમરામાં કેદ થઈ ગયા હતા. બાદમાં રિપોર્ટરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો અપલોડ કર્યો હતો. જ્યાં રિપોર્ટરે લખ્યું હતું કે, અમે શાંતિથી કામ કરી શક્યા ન હતા. આ બનાવ આશરે એક વાગ્યાની આસપાસ બન્યો હતો. મોન્યુમેન્ટલ સ્ટેડિયમ બહાર આ ઘટના બની હતી. ન્યૂઝવીકના જણાવ્યા પ્રમાણે લૂટારું ક્રૂ મેમ્બરનો મોબાઇલ ફોન પોતાની સાથે લઈને ભાગી ગયો હતો. આ વડિયોને ટ્‌વીટર પર ખૂબ જ જોવામાં આવી રહ્યો છે. લોકો આ વીડિયો પર ખૂબ કૉમેન્ટ્‌સ પણ કરી રહ્યા છે. રિપોર્ટરના કહેવા પ્રમાણે પોલીસ તેને હૈયાધારણા આપી છે કે લૂંટારુને ઝડપી પાડવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here