લીલીયામાં કોરોના સામે તંત્ર હરકતમાં ભીડભાડવાળા વિસ્તારોમાં ટેસ્ટ ચાલું

0
14
Share
Share

કોરોના માર્ગદર્શિકાના પાલન માટે કડક સુચના અપાઇ

વડિયા તા. ૨૧

દિવાળી તહેવારો પુરા થતા જ ઠંડી વચ્ચે કોરોનાએ માથું ઊંચક્યું છે. જે રીતે કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો એટલે તંત્ર હરકતમાં આવી ગયું છે. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાના સંભવિત કેસ ના વધે આ બાબત તાલુકા ના કર્મચારીઓ અને તંત્રને એકશન મોડ માં કોરોના ગાઈડલાઇનનું પાલન કરાવવા અને જરૂરી સૂચના આપવા કામગીરી સોંપાઈ હોવાની વિગતો મળી રહી છે.

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના લીલીયામોટા ગામમાં લીલીયા તાલુકા પંચાયત સ્ટાફ, ગ્રામ પંચાયત, આરોગ્ય સ્ટાફ દ્વારા કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે બાબત લીલીયામાં નાવલી બજાર ના વેપારીઓ, લારી ગલ્લા વાળા તથા શાકભાજી વિતરકોને સમજ  આપીને તમામના સેમ્પલ લેવામાં આવ્યા હતાં.

આ તકે એટીડીઓ કિશોરભાઈ આચાર્ય, લીલીયા સરપંચ ધામત, તલાટી કારીયા ભાઈ, આરોગ્ય સ્ટાફ તથા આઈઆરડી મનરેગા શાખાના નિખિલ રાજ્યગુરુ, ભાર્ગવ દેસાઈ દવારા પાન પાર્લર તથા શાકભાજી વિતરકોને કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાય તે બાબત તકેદારી રાખવા સામાજિક અંતર નું પાલન કરવા માટે સમજ આપવામાં આવેલ. આ ઉપરાંત જો લોકો કોરોના ગાઇડલાઇનનું પાલન નહિ કરે તો કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તેવી મૌખિક સૂચના પણ ભીડભાડ વાળા વિસ્તારમાં અપાઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here