લીલીયાઃ સલડી ગામે તરૂણનો આપઘાત

0
60
Share
Share

અમરેલી, તા.૩૦

લીલીયા તાલુકાના સલડી ગામે રહેતા સુમિતભાઈ સાર્દુલભાઈ ડેર તેમજ તેમના પત્ની ગઈકાલે સવારે ૯ વાગ્યે ખરીદી કરવા અમરેલી ગયેલ હતા અને ત્યાંથી પરત ૧૧ વાગ્યે આવતા તેમના ૧૨ વર્ષીય પુત્ર સોહમ બાથરુમ માં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પુત્રની લાશ જોઈ માતા પિતા શોકમાં સરી પડ્યા હતા લીલીયા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી બાળકની લાશ કબ્જે લઇ ભાવનગર પેનલ પીએમ અર્થે મોકલી હતી,લીલીયા પોલીસ એ લાસ કબ્જે લીધી હતી ત્યારે સોહમ ના ગાળામાં ઓઢણી વીંટેલ હતી અને ખીલા માં ઓઢણી બાંધી ગળાફાસો ખાઈ લીધેલ હતો. પરંતુ પોલીસ દ્વારા ૧૨ વર્ષીય સોહમ આપઘાત શું કામ કરે તેવા સવાલ ઉઠતા હતા.

જેથી પીએસઆઇ એસ.આર મેઘાણી એ તપાસ પણ આદરેલ હતી પેનલ પીએમના રીપોર્ટમાં સોહમ એ પોતાની જાતેજ ગળાફાસો ખાઈ લીધેલ છે. જેથી સોહમ ના માતા પિતાને લીલીયા પીએસઆઇ એ પૂછતાછ કરી હતી જેમાં જાણવા મળેલ કે સોહમને આંખોમાં ૧૫ જેટલા ચશ્માંના નંબર હતા જેથી તેણે કંટાળી આ પગલું ભર્યું હતું

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here