લીંબડી વિધાનસભા બેઠકના ઉમેદવારી પત્રો તા.૧૬ ઓક્ટોબર સુધી મેળવીને ભરી શકાશે

0
22
Share
Share

લીંબડી,તા૯

ચૂંટણી અધિકારી ૬૧- લીંબડી વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી લીંબડી દ્વારા ૬૧- લીંબડી વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ચૂંટણી અધિકારી, ૬૧- લીંબડી મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી લીંબડી સબ ડીવીઝન પ્રથમ માળ, પ્રાંત કચેરી, તાલુકા સેવા સદન, નેશનલ હાઈવે, લીંબડી અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૬૧- લીંબડી વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર લીંબડી, ભોંયતળીયે મામલતદાર કચેરી, તાલુકા સેવા સદન, નેશનલ હાઈવે, લીંબડી સમક્ષ તા.૧૬/૧૦/૨૦૨૦ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧-૦૦ થી બપોરના ૩-૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે.

ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૭/૧૦/૨૦૨૦ ના રોજ સવારના ૧૧-૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૬૧- લીંબડી વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી લીંબડી સબ ડીવીઝન પ્રથમ માળ, કોન્ફરન્સ રુમ, પ્રાંત કચેરી, તાલુકા સેવા સદન, નેશનલ હાઈવે, લીંબડી ખાતે હાથ ધરવામાં આવશે અને તા.૧૯/૧૦/૨૦૨૦ ના રોજ બપોરના ૩-૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોકત કોઈપણ અધિકારી સમક્ષ રજુ કરી શકશે. મતદાન કરવાનું થશે તો તા.૩/૧૧/૨૦૨૦ ના રોજ સવારે ૭-૦૦ થી સાંજના ૬-૦૦ વાગ્યા વચ્ચે થશે તેવું ચૂંટણી અધિકારીશ્રી ૬૧- લીંબડી વિધાનસભા મતદાન વિભાગ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here