લીંબડી નજીક ટ્રેકટરની ઠોકરે કાર ચડતા રાજકોટનાં પોલીસ કર્મીનું મોત, બે ને ઇજા

0
32
Share
Share

સુરેન્દ્રનગર તા. રપ

રાજકોટ પોલીસ હેડ કવાર્ટરમાં બી-પ૮૭પ મારુતિનગર જામનગર રોડ પર રહેતા પોલીસમેન રાજેશભાઇ વલ્લભદાસ નૈનુજી (ઉ.પ૩) તેમના પત્ની હંસાબેન (ઉ.પ૦) અને પુત્ર નિકુંજ નૈનજી (ઉ. ર૬) અમદાવાદથી કારમાં ઘરે પરત ફરી રહયા હતા ત્યારે લીંબડી પાસે ટ્રેકટરે કારને ઠોકરે લેતા ત્રણેયને ઇજા પહોંચી હતી. અકસ્માતની આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા રાજેશભાઇનું મોત થયું હતુ. રાજેશભાઇને સંતાનમાં એક પુત્ર નિકુંજ છે. જેના છ માસ પુર્વે લગ્ન થયા છે. અમદાવાદના વેવાઇને ઘરે વ્યવહારીક કામ માટે ગયા બાદ પરત ફરતા સમયે આ દુર્ઘટના બની હતી. પોલીસમેન રાજેશભાઇ નૈનુજી રાજકોટ ડીસીપી ઝોન-૧ પ્રવીણકુમાર મીણાના કમાન્ડો તરીકે હાલ ફરજ બજાવતા હતા. આ સમાચાર મળતા પોલીસ બેડામાં શોક છવાઇ ગયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here