લીંબડીના રળોલ ગામે બે સ્થળે જુગાર રમતા ૧૫ શકુની ઝડપાયા

0
20
Share
Share

એલસીબીએ દરોડો પાડી રોકડ અને મોબાઇલ મળી ૧.૧૦ લાખનો મુદામાલ કબ્જે

સુરેન્દ્રનગર તા. ૧૪

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામે એલસીબીએ દરોડો પાડી બે સ્થળે જુગાર રમતા ૧૫ શખ્સોની ધરપકડ કરી રોકડ અને મોબાઇલ મળી ૧.૧૦ લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વીગત મુજબ લીંબડી નજીક આવેલા રળોલ ગામે અહેમદ ગોરા ના મકાનમાં જુગાર રમાતો હોવાની એલસીબીના પીએસઆઇ વી.આર. જાડેજાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા અહેમદ ગોરા, અસ્લમ લતીફ , ઉસ્માન દાઉદ, અહેમદ  દાઉદ, અલાઉદીન સંઘરીયાત, સોહીલ અહેમદ, અસમાલ ઉસમાન અને આરીફ અબ્બાસ, ની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડ અને મોબાઇલ મળી ૬૦ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

અસમાલ કાહા ડોસાણીના મકાનમાં જુગાર રમતા મયુદીન ટીમ્બલીયા, વસતા વડદરીયા, અલી વારેયા, ઇકબાલ ટીમ્બલીયા, તાહી ટીમ્બલીયા, અબ્બાસ સંઘરીયાત ની ધરપકડ કરી રોકડ અને મોબાઇલ મળી ૫૧ હજારનો મુદામાલ કબજે કર્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here