લિવર સિરોસિસ ખુબ ખતરનાક

0
25
Share
Share

લોકપ્રિય નિર્માતા-નિર્દેશક નિશિકાંત કામતના અવસાન બાદ ચર્ચા…
દ્રશ્યમ, મુંબઇ મેરી જાન અને મદારી જેવી શાનદાર ફિલ્મ બનાવીને ચાહકોને રોમાંચિત કર્યા : લિવર કેન્સર બાદ સૌથી ખતરનાક બિમારી
લિવર સિરોસિસ એક ખતરનાક બિમારી છે. એમ કહેવામાં આવે છે કે તે લિવર કેન્સર બાદ બીજી સૌથી ખતરનાક અને ગંભીર બિમારી છે. આ બિમારીમાં લિવર ખરાબ થાય છે. લિવર સતત ખરાબ થાય છે. જેથી લિવર સામાન્ય રીતે કામ કરી શકતુ નથી. આ બિમારીમાં લિવરની કોશિકા મોટા પાયે નષ્ટ થઇ જાય છે. તેની જગ્યાએ ફાઇબર રેશા બનવા લાગી જાય છે. તેમાં લિવરની બનાવટ પર અસામાન્ય બની જાય છે. જેના કારણે હાઇ બ્લડ પ્રેશરની સ્થિતી સર્જાઇ જાય છે. ગંભીર સ્થિતી થઇ જવાની સ્થિતીમાં એકમાત્ર વિકલ્પ લિવર પ્રત્યારોપણ રહી જાય છે. સારવાર ખુબ મુશ્કેલરૂપ બની જાય છે. લિવર સિરોસિસના લક્ષણની વાત કરવામાં આવે તો કેટલીક બાબત ધીમે ધીમે ખાઇ આવે છે. જો કે અન્ય ગંભીર બિમારીની જેમ જ આમાં પણ શરૂઆતમાં તબક્કામાં કોઇ ખાસ લક્ષણ જોવા મળતા નથી. જો કે બિમારી જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેના લક્ષણ દેખાવવાની શરૂઆત થઇ જાય છે. આના કારણે થાકનો અનુભવ થવા લાગી જાય છે. ભુખ ઓછી લાગવા લાગી જાય છે. તાવની સ્થિતી રહેવા લાગી જાય છે. વજન પણ સતત ઘટવા લાગી જાય છે. એકાએક વજન વધવાની શરૂઆત થઇ જાય છે. તેના અન્ય લક્ષણની વાત કરવામાં આવે તો સ્કીન અને આંખના રંગ પીળા પડવા લાગી જાય છે.શરીર પર લાલ નિશાન પડી જાય છે. પગ અને પેટમાં સોજા આવી જાય છે. આ પ્રકારના લક્ષણ દેખાવવા લાગે છે ત્યારે સાવધાન થઇ જવાની જરૂર હોય છે પરંતુ સામાન્ય લોકોને બિમારી અંગે માહિતી મળતી નથી. આ ઉપરાંત લોકો શરૂઆતી તબક્કામાં લાપરવાહી કરે છે. લિવર સિરોસિસના કારણના ભાગરૂપે લિવરમાં વસા જમા થાય છે. હેપેટાઇટિસ બી અને સી ઇન્ફેક્શન પણ કારણ હોય છે. વધારે પ્રમાણમાં શરાબ પીવાના કારણે પણ લિવર સિરોસિસની બિમારી થાય છે. બ્લડ ટેસ્ટ મારફતે આ ખતરનાક બિમારી અંગે માહિતી મળે છે. લિવર સંબંધિત બિમારીના નિષ્ણાંત તબીબો આ બિમારીને વહેલી તકે ઓળખી કાઢે છે. આના માટે દર્દીના કેટલાક શારરિક ટેસ્ટ કરવામાં આવે છે. બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. ફાઇબ્રોસ્કેન નામની એક ખાસ ટેસ્ટ મારફતે આ બિમારી અંગે સરળતાથી માહિતી મળી જાય છે. ત્યારબાદ દર્દીની સારવાર શરૃ કરવામાં આવે છે. લિવર સિરોસિસથી બચવા માટે પણ કેટલીક રીત રહેલી છે. આનાથી બચવા માટે સ્વસ્થ અને સંતુલિત ભોજન કરવાની જરૂર હોય છે. લિવરના આરોગ્ય પર ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે. આલ્કોહલ અથવા તો શરાબના સેવનને ટાળવાની જરૂર હોય છે. શરીરના વજનને બીએમઆઇની દ્રષ્ટિએ યોગ્ય રાખવામાં આવે તે જરૂરી છે. આનાથી બચવા માટે નિયમિત રીતે કસરત કરવાની પણ જરૂર હોય છે. લિવર સિરોસિસની સારવાર ખુબ જ જરૂરી છે. લિવર સિરોસિસની કોઇ પાકી સારવાર રહેલી નથી. જો કે દવા મારફતે તે વધારે ગંભીર બને તેનાથી રોકી શકાય છે. લિવરની કોશિકાને નુકસાનગ્રસ્ત બનતા રોકવા માટે તબીબો તપાસના આધાર પર દવા આપે છે. આ બિમારીના કારણે થનાર પરેશાનીને દવા મારફતે રોકી શકાય છે. જો કે ગંભીર સ્થિતીમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ માટેની જરૂર પડે છે. આ લેખ લખવાનો હેતુ સામાન્ય જાણકારી માટેનો છે. આનાથી બચવા અને સારવાર માટે નિષ્ણાંત તબીબોનો સૌથી પહેલા તરત જ લક્ષણ દેખાતા સંપર્ક કરીને સારવાર શરૂ કરવામાં આવે તે જરૂરી છે. નિશિકાંત કામતના અવસાનને લઇને ચાહકોમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે. લિવર સિરોસિસ તબીબોના મતે ખુબ ખતરનાક બિમારી છે. તેની વહેલી તકે સારવાર દર્દીને બચાવી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here