લિફ્ટમાં લઘુશંકા કરી, પછી પાર્સલ ગ્રાહક સુધી પહોંચાડ્યું

0
21
Share
Share

અમદાવાદ,તા.૧૧
આજના સમયમાં ઘરે કે ઓફિસમાં બેસીને ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાનો ટ્રેન્ડ વધી ગયો છે. આજના સમયમાં દરેક રેસ્ટોરન્ટ ઓનલાઇન ફૂડ ડિલિવર કરવાની સુવિધા આપે છે. ડિલિવરી બોય આ ઓર્ડરને ગ્રાહક સુધી પહોંચાડતા હોય છે. પરંતુ શું દરેક ડિલિવરી બોય ગ્રાહકો સુધી ખુબ સારી રીતે આ ઓર્ડર પહોંચાડે છે. ઘણીવખત ડિલિવરી બોયના વિવાદો સામે આવી ચુક્યા છે. હવે ડિલિવરિ બોયની એક શરમજનક હરકત અમદાવાદમાં સામે આવી છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ડોમિનોઝ પીઝાના ડિલિવરી બોયે શરમનજક હરકત કરી છે. ઓનલાઇન પીઝાનો ઓર્ડર મળ્યા બાદ આ ડિલિવરી બોય પીઝા ગ્રાહકના ફ્લેટ પર પહોંચાડવા માટે પહોંચ્યો હતો. પરંતુ આ પહેલા તેણે એક એવુ કામ કર્યું કે તમે પણ વિચારતા થઈ જશો. જે વ્યક્તિએ પીઝાનો ઓર્ડર કર્યો તેનો ફ્લેટ પ્રથમ ફ્લોર પર હતો. પરંતુ ડિલિવરી બોય લિફ્ટમાં ગયો. તેણે લિફ્ટમાં લઘુશંકા કરી અને પછી હાથ સાફ કર્યા વગર જ ડિલિવરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ તો ડોમિનોઝના મેનેજરને આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here