લાશોની સાથે તહેવારની ઉજવણી

0
28
Share
Share

ઇન્ડોનેશિયામાં દરેક ત્રણ વર્ષમાં કબરમાંથી કેમ લાશોને બહાર કાઢવામાં આવે છે અને કેમ લાશોની સાથે ઉજવણી કરવામાં આવે છે તેને લઇને લોકો હજુ આશ્ચર્ય વ્યક્ત કરે છે. આ પરંપરા તમામને ખુબ જટિલ સ્થિતીમાં મુકે છે. સાથે સાથે વિચારવાની ફરજ પાડે છે. અંતિમંસંસ્કારની અજીબોગરીબ પરંપરા રહેલી છે. દુનિયાના દેશોમાં લોકો જુદી જુદી રીતે કેટલાક પ્રકારના રિતી રીવાજને મનાવે છે. કેટલાક ખાસ પ્રકારના ઉત્સવ પણ મનાવે છે. જો કે આજે અમે એક એવા તહેવારની વાત કરવા જઇ રહ્યા છે જે લાશની સાથે મનાવવામાં આવે છે. તમામને આ વાત સાંભળીને આશ્ચર્ય થઇ શકે છે પરંતુ આ વાસ્તવિકતા છે. ઇન્ડોનેશિયામા એક ખાસ જનજાતિ રહે છે જે આ તહેવારની ઉજવણી કરે છે. જેને મા નેને  ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે. મા નેને ફેસ્ટિવલની શરૂઆત આજથી ૧૦૦ વર્ષ પહેલા કરવામાં આવી હતી. આની પાછળ કેટલીક બાબતો અને પટકથા જોડાયેલી છે. આને મનાવવા પાછળ બરપ્પુ  ગામના લોકો એક ખુબ જ રોમાંચક વાર્તા સંભળાવે છે. લોકોના કહેવા મુજબ ૧૦૦ વર્ષ પહેલા ગામમાં ટોરાજન જનજાતિનો શિકારી શિકાર માટે વન્યમાં ગયો હતો. પોંગ રૂમાસેક નામના શિકારીને વન્યમાં એક લાશ દેખાઇ આવી હતી. સડી ગયેલી ખરાબ હાલતમાં રહેલી આ લાશને જોઇને તે રોકાઇ ગયો હતો. આ શખ્સે ત્યારબાદ લાશને પોતાના કપડા પહેરાવીને તેમના અંતિમસંસ્કાર કર્યા હતા. આ ઘટના બાદથી  રૂમાસેકની લાઇફમાં ફેરફાર આવવાની શરૂઆત થઇ ગઇ હતી. તેની ગરીબી પણ દુર થઇ ગઇ હતી. ત્યારબાદથી ટોરાજન જનજાતિના લોકોમાં પોતાના પૂર્વજોની લાશને સજાવવાની પ્રથા શરૂ થઇ હતી. માન્યતા છે કે લાશની દેખરેખ કરવાની સ્થિતીમાં પૂર્વજો ખાસ આશિર્વાદ આપે છે. આ તહેવારને મનાવવાની શરૂઆત તો કોઇના મરવાની સાથે જ થઇ જાય છે. પરિજનના મોત થયા બા તેને એક જ દિવસમાં જ ન દફનાવીને કેટલાક દિવસ સુધી ઉત્સવ મનાવવામાં આવે છે. આ તમામ બાબતો મૃત વ્યક્તિની ખુશી માટે કરવામાં આવે છે. તે આગામી યાત્રા માટે તૈયાર કરવામા આવે છે. આ યાત્રાને પુયા કહેવામાં આવે છે. આ તહેવાર દરમિયાન પરિવારના લોકો પશુઓને મારે છે. પશુના શિગડા સાથે મૃતકના ઘરને સજાવવામાં આવે છે. માન્યતા એવી છે કે જેના ઘરમાં જેટલા શિગડા હોય છે તેની આગામી યાત્રામાં તેને એટલુ જ સન્માન મળે છે. ત્યારબાદ લોકો મૃતકને જમીનમાં દફનાવવાના બદલે લાકડાના કોફીનમાં બંધ કરીને ગુફામાં મુકી છે. જો કોઇ શિશુ અથવા તો ૧૦ વર્ષથી નીચેના બાળકનુ મોત થાય છે તો તેને વૃક્ષની તિરાડમાં મુકી દેવાાં આવે છે. મૃતકના શરીરને કેટલાક દિવસ સુધી સુરક્ષિતરાખવા માટે કેટલાક જુદા જુદા વસ્ત્રોમાં લપેટી દેવામાં આવે છે. મૃતકોને માત્ર કપડા જ નહીં બલ્કે કેટલીક ફેશનેબલ ચીજો પણ પહેરાવી દેવામાં આવે છે. સજાવી દેવામાં આવ્યા બાદ લોકો મૃતકને લાકડીના કોફીનમાં બંધ કરીને ગુફામાં મુકી દે છે. સાથે સાથે પુતળા પણ મુકી દેવામાં આવે છે. જેને તાઉ તાઉ કહેવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે કોફીનમાં મુકવામા આવેલી વ્યક્તિ મરી નથી. જ્યા સુધી તે સુતેલી છે ત્યાં સુધી તેની સુરક્ષા જરૂરી છે તેમ માનવામાં આવે છે. દરેક ત્રણ વર્ષ  બાદ લાશને ફરી નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. લાશને બહાર કાઢવામાં આવે છે. એટલુ જ નહીં બલ્કે તેમની સાથે બેસીને ભોજન કરવામાં આવે છે. લાશથી ઉતારી લેવામાં આવેલા વસ્ત્રો પણ કેટલાક લોકો પહેરી લે છે. કેટલાક વર્ષો બાદ જ્યારે લાશ હાડકામાં ફેરવવા લાગે છે ત્યારે તેને જમીનમાં દફનાવીને અંતિમ વિધી કરવામાં આવે છે. ઇન્ડોશિયાની આ પ્રથાની ચારેબાજુ સમગ્ર વિશ્વમાં ચર્ચા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here