’લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ નહીં થાય ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ નહિ કરે આમિર ખાન

0
27
Share
Share

મુંબઈ,તા.૧

આમિર ખાને મોબાઈલ ડિટોક્સિંગનો નિર્ણય લીધો છે. હાલમાં આમિર ખાન રાજસ્થાનમાં છે. તે અહીંયા પોતાના મિત્ર અમીન હાજીની ફિલ્મ ’કોઈ જાને ના’ના ગીત માટે આવ્યો છે. આમિરે પોતાની ફિલ્મ ’લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગમાંથી બ્રેક લીધો છે. જોકે, આ દરમિયાન આમિરે ફોનનો ઉપયોગ ના કરવાના સોગન લીધા છે. જ્યાં સુધી ’લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ નહીં થાય ત્યાં સુધી આમિર ખાન મોબાઈલ હેન્ડસેટ્‌સને હાથ લગાવશે નહીં. આજના ડિજિટલ યુગમાં આપણે ૧૫ મિનિટ પણ મોબાઈલથી દૂર રહી શકતા નથી. મોબાઈલ વગર જીવનની કલ્પના કરવી હવે તો મુશ્કેલ બની ગઈ છે.

આમિરે મોબાઈલનો ઉપયોગ ના કરવાનું નક્કી કર્યું છે. આમિરને લાગે છે કે મોબાઈલને કારણે તેના કામમાં અડચણો આવી રહી છે. આમિરે ’નો ફોન પોલિસી’ માત્ર સેટ પર જ નહીં, પરંતુ પર્સનલ લાઈફમાં પણ અપનાવી છે. આમિરે આજથી એટલે કે પહેલી ફેબ્રુઆરીથી આનો અમલ શરૂ કરી દીધો છે. પરિવાર તથા નિકટના સાથીઓએ જો આમિરનો સંપર્ક કરવો હશે તો તેમણે એક્ટરના મેનેજર સાથે વાત કરવાની રહેશે. આમિરના સોશિયલ મીડિયા અકાઉન્ટ્‌સ પણ હવેથી તેની ટીમ જ મેનેજ કરશે.

આમિર ખાન રાજસ્થાનથી મુંબઈ પરત ફરીને ’લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ શરૂ કરશે. આમિરની ફિલ્મની રાહ માત્ર ચાહકો જ નહીં, પરંતુ થિયેટર માલિકો પણ જોઈ રહ્યાં છે. છેલ્લાં એક વર્ષથી કોરોનાને કારણે થિયેટરમાં દર્શકો જતા નથી. આમિરની ફિલ્મનું ડિરેક્શન અદ્વૈત ચંદને કર્યું છે. આમિરની ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ટૂંક સમયમાં શરૂ કરશે. ફિલ્મ આ વર્ષે ક્રિસમસમાં રિલીઝ થશે. ફિલ્મમાં આમિરની સાથે કરીના કપૂર, મોના સિંહ પણ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here