ન્યુ દિલ્હી,તા.૨૦
દિલ્હીમાં રિપબ્લિક ડે પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમયાન લાલ કિલ્લા પર થયેલી હિંસામાં દિલ્હી પોલીસે કથિત ૨૦૦ લોકોની તસવીરો જાહેર કરી છે. પોલીસે વીડિયો સ્કેન કરી અને લોકોના ફોટા બહાર પાડ્યા છે જેમાં લોકોની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.દિલ્હી પોલીસે લાલ કિલ્લા પર પ્રદર્શન કરનાર મનિન્દર સિંહની ધરપકડ કરી હતી.
લાલ કિલ્લા પર એક પ્રદર્શનના વાયરલ થયેલા વીડિયોમાં મનિન્દર સિંહ તલવાર લહેરાવતા જોવા જોવા મલ્યો હતો ૨૬ જાન્યુઆરીએ, હજારો વિરોધ કરનારા ખેડુતો નુકશાન કર્યુ હતું આ દરમયાન આઈટીઓ સહિત અન્ય સ્થળોએ પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું હતું. આ હિંસા દરમિયાન ૫૦૦ થી વધુ પોલીસ જવાન ઘાયલ થયા હતા .વિરોધીઓએ પોલીસના અનેક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.