હિંસાના વીડિયો મળ્યા : વીડિયો એનાલિટિકલ- ફોરેન્સિક ટીમની મદદથી તેમાં દેખાતા ચહેરાઓને પોલીસે સાફ કરાવ્યા
નવી દિલ્હી, તા.૩
દિલ્હી પોલીસ એ ટ્રેક્ટર પરેડના નામ પર ૨૬ જાન્યુઆરીના હિંસા કરનાર ઉપદ્રવીઓની ઓળખ શરૂ કરી દીધી છે. ઘટનાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ફોરેન્સિક ટીમની મદદથી હિંસા કરનારની તસવીરો સેફ કરવાનું શરૂ કરી દીધું છે.
ક્રાઇમ બ્રાન્ચને ૨૬ જાન્યુઆરીએ કિસાનોની હિંસાના ઘણા વીડિયો મળ્યા છે. પોલીસે વીડિયો એનાલિટિકલ અને ફોરેન્સિક ટીમની મદદથી તેમાં દેખાતા ચહેરાઓને સાફ કરાવ્યા છે.
તેમાં તોફાનો કરતા ૧૨ લોકોના ચહેરા જોવા મલી રહ્યાં છે. આ લોકોના હાથમાં લાકડી-ડંડા જોવા મળી રહ્યાં છે. આ ઉપદ્રવીઓએ લાલ કિલ્લા સહિત અનેક સ્થાનો પર હિંસા અને દિલ્હી પોલીસ પર હુમલો કર્યો હતો. ફોટો સાફ થયા બાદ આરોપીઓના ચહેરા સ્પષ્ટ જોવા મળી રહ્યાં છે.
પોલીસ પ્રમાણે તપાસની શરૂઆત કરતા આ ફોટોને સાફ કરાવવામાં આવ્યા છે. પોલીસની પાસે હિંસા સાથે જોડાયેલા ઘણા વીડિયો છે. જેને તે પોતાની ફોરેન્સિક ટીમ પાસે સાફ કરાવી રહી છે. તેવામાં કિસાન હિંસા સાથે જોડાયેલા ઘણા લોકોના ચહેરા સામે આવી શકે છે