લાલુ પ્રસાદ એનડીએના નેતાઓને પ્રધાનપદની લાલચ આપી રહ્યા છેઃ સુશીલ મોદી

0
26
Share
Share

પટણા,તા.૨૫

ચારા કૌભાંડમાં જેલવાસ ભોગવી રહેલા બિહારના બેતાજ બાદશાહ લાલુ યાદવ એનડીએના ધારાસભ્યોને ફોન કરીને પ્રધાનપદની લાલચ આપી રહ્યા હોવાનો આક્ષેપ સુશીલ મોદીએ કર્યો હતો.

તેમના મતે લાલુ યાદવ બિહારમાં કોઇ પણ ભોગે પોતાના પુત્ર તેજસ્વી યાદવની સરકાર સ્થાપવાના પ્રયાસ કરી રહ્યા હતા. તાજેતરની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાજદ સૌથી મોટો પક્ષ બની રહ્યો હતો પરંતુ એના સાથી પક્ષોએ ધબડકો વાળ્યો હતો પરિણામે તેજસ્વી મુખ્ય પ્રધાન બની શક્યા નહોતા. બાકી સૌથી વધુ મહેનત તેજસ્વી યાદવે કરી હતી.

ઓપિનિયન પૉલમાં તો તેજસ્વી યાદવજ મુખ્ય પ્રધાન બનશે એવી આગાહી કરી હતી. પરંતુ ભાજપ અને જદયુ સહિતના એનડીએ પક્ષે તેજસ્વીને પછડાટ આપી હતી. જદયુના નીતિશ કુમાર ફરી મુખ્ય પ્રધાન બન્યા હતા.

સુશીલ મોદીએ ટ્‌વીટર પર લખ્યું હતું કે રાંચીની જેલમાં બેઠાં બેઠાં લાલુ પ્રસાદ યાદવ એનડીએના ધારાસભ્યોને મોબાઇલ ફોન કરીને પ્રધાનપદની લાલચ આપીને નીતિશ કુમારને છેહ દેવાનું જણાવી રહ્યા હતા. સુશીલ મોદી પોતે બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન રહ્યા હતા. મેં એમના મોબાઇલ પર ફોન કર્યો ત્યારે ખુદ લાલુ પ્રસાદે ફોન ઉપાડ્યો હતો. મેં એમને કહ્યું કે તમે્‌ આ રમતમાં સફળ નહીં થાઓ . એટલે આવી ગંદી ચાલ નહીં રમો તો સારું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here