લાલપુર : મોટી રાફુદળ ગામે યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, બેની ધરપકડ

0
24
Share
Share

પત્નિના પ્રેમીને બોથડ પદાર્થનાં પાંચેક ઘા ઝીંકી હત્યા કરાયાની બે આરોપીની કબુલાત

જામનગર, તા.૨૧

લાલપુરના મોટી રાફુદળ ગામ પાસેથી યુવાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની હત્યા કરવામાં આવી હોવાની આશંકાથી તપાસમાં જોતરાયેલી પોલીસે હાલમાં બે જુદીજુદી બે શક્યતાને નજરમાં રાખી તે દિશાઓમાં તપાસ આગળ ધપાવી છે. લાલપુર તાલુકાના મોટી રાફુદળ ગામથી ગજણા તરફ જતા માર્ગ પર આવેલ રાંદલવાળી સીમથી ઓળખાતા વિસ્તારમાં યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની લાલપુર પોલીસને જાણ થતા પીએસઆઈ બી.એસ.વાળા તથા સ્ટાફ અને જામનગરથી સ્થાનિક ગુન્હાશોધક શાખાનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે ત્યાં આવેલી બાવળની ઝાળીઓમાંથી ૨૫ વર્ષના લાગતા યુવાનનો લોહીથી લથબથ મૃતદેહ સાંપડ્યો હતો. તેના માથાના ભાગમાં કોઈ તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકવામાં આવ્યા હોય તેવા નિશાનો દેખાઈ આવતા પોલીસે આ યુવાનની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવી મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ત્યાર પછી મૃતકની ઓળખ મેળવવા આગળ વધેલી પોલીસને મૃતકનુ નામ જાણવા મળ્યું હતુ. મુળ રાફુળદના જ અને હાલમાં જામનગરમાં ગોકુલનગરમાં વસવાટ કરતા જયેશ કરમણભાઈ મધુડીયા (ઉ.વ.૨૫) હોવાનુ ખુલ્યું હતુ. આ યુવાનનો બીજો ભાઈ રાફુદળમાં જ રહેતો હોય પોલીસે તેને સ્થળ પર બોલાવી લઈ મૃતકની ઓળખ કરાવી હતી. તે દરમ્યાન મૃતકને માથાના પાછળના ભાગમાં કોશ જેવા કોઈ લોખંડના હથિયારથી ત્રણેક ઘા ઝીંકવામાં અને ચહેરા પર પણ બે ઘા ઝીંકવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યું હતુ. તેથી પોલીસે આટલા ઝનુનથી ઘા ઝીંકનાર શખ્સના આ હત્યા પાછળના ઈરાદા અંગે જુદીજુદી બે દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે.

મૃતક યુવાન જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં વસવાટ કરતા હોય ત્યાં તેને કોઈ સાથે દુશ્મની છે કેમ ? અને હત્યા પાછળ પ્રેમ પ્રકરણ પણ કારણભૂત હોવાની શક્યતા નજર સમક્ષ રાખી એલસીબી સાથે સંકલનમાં રહી કેટલાક શકમંદો પર નજર દોડાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here