લાલપુરઃ ભાણગોર ગામે બે શાળામાં રૂ.૪૩ હજારની મત્તાની ચોરી

0
19
Share
Share

જામનગર, તા.૨૩

લાલપુરના ભાણગોરમાં આવેલી બે શાળામાંથી તસ્કરોએ બે ટીવી અને એક કેમેરાની ચોરી કરી છે. લાલપુર તાલુકાના ભણગોર ગામમાં આવેલી જી.પી. સેકન્ડરી સ્કૂલમાં ગઈ તા.૧૬ની બપોરથી તા.૧૭ની સવાર સુધીમાં કોઈ તસ્કર ત્રાટકયા હતાં.આ શાળાના પ્રાર્થના ખંડના દરવાજાનો નકુચો તોડી ઘૂસી ગયેલા તસ્કરોએ ખાંખા ખોળા કર્યા હતાં. જેમાં કોઈ રોકડ રકમ ન મળતા તસ્કરો એલજી કંપનીનું ૪૨ ઈંચનું ટીવી ઉઠાવી જવાની સાથે બાજુમાં જ આવેલી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં કોમ્પ્યુટર રૂમમાંથી પણ રૂ. ૪૦,૦૦૦ની કિંમતનું ટીવી અને રૂ.ત્રણેય હજારનો કેમેરો તફડાવી ગયા હતા. ઉપરોકત ચોરીના જાણ જી.પી. સેકન્ડરી શાળાના આચાર્ય કે.એલ.વાછાણીને થતા તેઓએ ગાઈકાલે બપોરે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તસ્કરો સામે આઈપીસી ૩૮૦, ૪૫૪,૪૫૭ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યોે છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here