લાઠી : સગીરાના અપહરણનો આરોપી દેરડી ગામેથી ઝડપાયો

0
19
Share
Share

અમરેલી તા. ૧૦

અમરેલી એલસીબીનાં ઇન્ચાજર્ પોલીસ ઇન્સ્પેકટર આર.કે. કરમટા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એન. મોરી તથા એલસીબી ટીમે ચોકકસ બાતમી મેળવી અપહરણનો ગુન્હો કરી નાસતા ફરતા આરોપીને ભોગ બનનારની સાથે પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.

લાઠી પોલીસ સ્ટેશનનાં પોકસો કલમ-૧૮ મુજબનાં ગુનાના કામે ફરિયાદીએ પોતાની સગીર વયની દીકરીને તા. ર૯/ર/૨૦ના રોજ દેરડી-જાનબાઇ ગામેથી આ કામનો આરોપી પોતાના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોશલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયેલ હોવાની ફરિયાદ આપેલ હતી. જે ગુન્હાનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા ભોગ બનનારની સાથે નાસતો  ફરતો હતો.

પકડાયેલ આરોપી શિવક્રિપાલ શ્રીકાંત પ્રજાપતી (ઉ.વ. ર૩) રહે. લુદુરાહી તા. ખંડવા જી. બલીયા (ઉતરપ્રદેશ) વાળાને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા લાઠી પોલીસ સ્ટેશનને સોંપી આપવા કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here