લાખાબાવળ ગામે પુલ પર પાણીમાં બે ભાઈઓ તણાયા, એકને બચાવ્યો, તરવૈયા સહિત બે લાપતા

0
20
Share
Share

જામનગર, તા.૧૬

જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતા અને દરેડ જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરતા અબ્બાસ વલીમામદ અને તેનો ભાઈ ઓસમાણ વલીમામદ લાખાબાવળ જતા હતા ત્યારે પુલ પરથી પાણીના પ્રવાહમાંથી પસાર થતા સમયે અકસ્માતે બન્ને ભાઈ પાણીના પ્રવાહમાં તણાયા હતા તે સમયે હાજી હુશેન નામના યુવાને આ બન્ને ભાઈઓને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતુ. તેમજ અનેક સ્થાનિક લોકો પણ દોડી આવ્યાં હતા. દરમિયાન આ અંગેની જાણના આધારે ફાયર ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

દરમિયાન ઓમાસણ સલામત રીતે બચી ગયો હતો પરંતુ હાજી હુશેન (ઉ.વ.૩૫) અને અબ્બાસ વલીમામદ (ઉ.વ.૨૫) નામના બે યુવાનોનો પત્તો લાગ્યો ન હતો ત્યારબાદ રાત્રિના બચાવ કામગીરી બંધ કરી હતી અને આજે સવારે ફરીથી જામનગર ફાયર ટીમના જવાનો દ્વારા બન્ને યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. જો કે, જામનગર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સતત ત્રીજો દિવસે પાણીમાં ડૂબી જવાની વધુ એક ઘટના બની હતી. રવિવારે કાલાવડ તાલુકાના કામલેઘડા ગામમાં જુદા-જુદા બે બનાવોમાં પાંચ બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા જ્યારે સોમવારે નિકાવા નજીક વધુ બે બાળકો પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યા હતા અને મંગળવારે સાંજે લાખાબાવળ નજીક બે યુવાનો પાણીમાં તણાયાની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here