લાઉડ સ્પીકરના ઉપયોગથી કોરોનાનું સંક્રમણ વધે છે : ભુજના મામલતદારનો અજીબ તર્ક

0
23
Share
Share

ભૂજ,તા.૧૧

કોરોના વૈશ્વિક બિમારીનો ખતરો ચારેબાજુ ફેલાયેલો છે. ત્યારે ભુજમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેના માટે તંત્રએ જબરો તર્ક આપીને તમામ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ભૂજમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકીને તંત્રએ જણાવ્યું છે કે લાઉડ સ્પીકરમાંથી જીવાણું નીકળે છે, જીવાણુંથી કોરોનાનો ચેપ વધે છે. આ તર્કની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભૂજમાં હાલ તંત્રએ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકેલો છે, ત્યારે અહીં લોકોએ તંત્ર પાસે લાઉડ સ્પીકર વગાડવા માટે પરવાનગી માંગી હતી. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ચારેબાજુ મહાદેવના મંદિરોમાં પુજાવિધી થતી હોય છે, ત્યારે ભૂજમાં આવેલા દિધામેશ્વર મહાદેવ મંદિરમાં તારીખ ૨૦,૦૭,૨૦૨૦થી ૨૦,૦૮,૨૦૨૦ સુધી સવારના ૮થી ૧ વાગ્યા સુધી અને રાત્રે ૮થી ૧૦વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા માટે તંત્ર પાસે પરવાનગી માંગીને એક અરજી કરાઈ હતી.

આ અરજીના જવાબમાં તંત્રએ પોતાનો જવાબ રજૂ કર્યો હતો. તંત્રએ જણાવ્યું કે, સરકારની વખતો-વખતની સૂચનાઓ તેમજ જાહેરનામાઓ અન્વયે હાલ કોરોનાના કેસો ખાસ કરીને ભુજ શહેરમાં ખુબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. આ મહામારીનું સંક્રમણ વધુ ફેલાતું અટકે તે હેતુંથી તથા માઈક વગાડવાથી અવાજની સાથે વિષાણું નિકળવાને કારણે સંક્રમણની સંખ્યા વધે છે. જેના કારણે તમારી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી મળવાની અરજી સ્વીકારી શકાય તેમ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here