કોરોના વાયરસનો હાહાકાર દેશમા જારી છે. લોકોને ફરજિયાતપણે માસ્ક પહેરવા માટેની સુચના હવે સરકાર અને તબીબો પણ આપી રહ્યા છે. આ પ્રકારની વ્યવસ્થા વચ્ચે હવે નિષ્ણાંત લોકોએ કહ્યુ છે કે લાંબા સમય સુધી માસ્ક પહેરવાથી કેટલીક બિમારી થઇ શકે છે. બિમારીઓ થવાનો ખતરો રહેલો છે. હવે તબીબો પણ કહી રહ્યા છે કે કોરોનાથી બચવા માટે માસ્ક ચોક્કસરપણે પહેરવાની જરૂર છે પરંતુ સતત માસ્ક પહેરીને ન રાખવા માટેની સલાહ પણ આપવામાં આવી છે. જાણકાર નિષ્ણાંતો કહી રહ્યા છે કે લાંબા સમય સુધી માસ્ક પહેરનાર લોકોને હાઇપરકેપનિયાની તકલીફ થઇ રહી છે. ક્વારન્ટીન સેન્ટરોમાં આ પ્રકારના મામલા વધારે સપાટી પર આવી રહ્યા છે. કારણ કે જોખમી વિસ્તારોમાં સંબંધિત કર્મચારીઓને લાંબ સમય સુધી માસ્ક પહેરી રાખવાની જરૂર હોય છે. નિષ્ણાંત લોકો દ્વારા આ મુજબની વાત કરવામાં આવ્યા બાદ અનેક પ્રકારની અટકળો આને લઇને પણ શરૂ થઇ ગઇ છે. જો તમે પણ કોરોના વાયરસથી બચાવ માટે કલાકો સુધી માસ્ક પહેરીને રાખી રહ્યા છો તો આ લેખ તમારા માટે છે. સતત કેટલાક કલાકો સુધી માસ્ક પહેરીને રાખવાની સ્થિતીમાં શ્વાસ, હાર્ટ સંબંધી તેમજ અન્ય તકલીફ થઇ શકે છે. મેડિકલ સાયન્સની ભાષામાં આ બિમારીને હાઇપરકેપનિયા તરીકે ઓળખવામાં આવે છે. રાજકીય દુન મેડિકલ હોસ્પિટલના તબીબ કુમાર જી કૌલનુ કહેવુ છે કે માસ્ક પહેરવાની બાબત ખોટી નથી. પંરતુ સતત તેને પહેરી રાખવામાં આવે તો કેટલીક તકલીફ થઇ શકે છે. તેમનુ કહેવુ છે કે કસરત કરતી વેળા અને લાંબા સમય સુધી માસ્ક પહેરીને રાખવાની સ્થિતીમાં આ બાબત ખતરનાક બની શકે છે. દુનના ક્વારન્ટીન સેન્ટરોમાં હાલના દિવસોમાં આ પ્રકારના કેસ સપાટી પર આવી રહ્યા છે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે માસ્ક પહેરી લેવાની સ્થિતીમાં માનવી દ્વારા છોડવામાં આવતો કાર્બન ડાયોક્સાઇડ ફરી મો અને નાક મારફતે ફેફસામાં પહોંચી જાય છે. જેના કારણે આ પ્રકારની સમસ્યાઓ સતત આવે છે. ક્વારન્ટીન સેન્ટરોમાં આ પ્રકારના કેસો વધારે સપાટી પર આવી રહ્યા છે. નિષ્ણાત લોકો માને છે કે લાંબા સમયથી માસ્ક પહેરી લેવાની સ્થિતીમાં શરીરમાં કેટલીક પ્રકારની પરેશાની આવે છે. આના કારણે સૌથી પહેલા તો માથુ ભારે થવાની ફરિયાદ લોકો કરે છે. ડોક્ટર કૌલ કહે છે કે જિલ્લાના ક્વારન્ટીન સેન્ટરોમાં આ પ્રકારના મામલા વધારે સપાટી પર આવી રહ્યા છે.માસ્કનો યોગ્ય અને સહી રીતે ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. સામાન્ય લોકોને પણ એવી અપીલ કરવામાં આવી છે કે ભીડવાળા વિસ્તારોમાં જવાની હિમ્મત કરવાની જરૂર નથી. ઘરમાં રહેવાની સ્થિતીમાં માસ્કનો ઉપયોગ કરવામા ન આવે તે જરૂરી છે. બહાર જવાની સ્થિતીમાં જ માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. હાઇપરકેપનિયાના કેટલાક સામાન્ય લક્ષણ રહેલા છે. જેમાં ચક્કર આવવાની બાબત પણ સામેલ છે. શ્વાસ લેવામાં આના કારણે તકલીફ થાય છે. આ રોગ થવાની સ્થિતીમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હાર્ટના ધબકારા પણ વધી જાય છે. વારંવાર પરસેવો થાય છે. કેટલાક લોકો તો બેભાન પણ બની જાય છે. સામાન્ય સ્થિતીમાં માસ્કનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. જો કે લાંબા સમય સુધી સતત માસ્ક પહેરી રાખવાની બાબત ખતકનાક બને છે. કેટલાક કેસોમાં શ્વાસની તકલીફ ઉભી થાય છે. જ્યારે અમે ઘરમાં હોઇએ છીએ ત્યારે માસ્કનો ઉપયોગ કરવો જોઇએ નહીં. બહાર જતી વેળા જ માસ્કનો ઉપયોગ કરવાની જરૂર હોય છે. કોઇના ક્લોઝ કોન્ટ્રેક્ટમાં આવી રહ્યા હોય ત્યારે જ માસ્ક પહેરી રાખવાની જરૂર હોય છે. માસ્ક પહેરીને કસરત અને જોગિંગ કરવાથી નુકસાન થાય છે.દુનિયામાં કોરોના હાહાકાર જારી રહ્યો છે. હાલમાં દુનિયાના ૨૧૫ દેશો કોરોના વાયરસના સકંજામાં આવી ગયા છે. જીવલેણ સાબિત થઇ રહેલા કોરોના વાયરસનો કાળો કેર જારી રહ્યો છે. કોરોના વાયરસના કારણે વિશ્વના ૨૧૫ દેશો પરેશાન થયેલા છે. અમેરિકા અને ભારત સૌથ વધારે પ્રભાવિત દેશ છે.