લાંચ લેતા ઝડપાયેલા હળવદનાં કોન્સ્ટેબલનાં લોકરમાંથી ૧૭ તોલા દાગીના મળ્યા

0
16
Share
Share

હળવદ, તા.૧૬

જામનગર એલસીબીએ લાંચ કેસમાં પકડેલા હળવદ તાલુકાના હેડ કોન્સ્ટેબલને રિમાન્ડ પર લઈ પુછપરછ કરતા હળવદની બેંકમાં તેના લોકરમાંથી ૧૭ તોલા સોનાના દાગીના મળી આવ્યા હતા. જામનગર એસીબીએ બે દિવસ પૂર્વે બપોરે આઈટીઆઈના ગેઈટની સામે ટ્રેપ ગોઠવી મોરબી જીલ્લાના હળવદ તાલુકાના હેડ કોન્સ્ટેબલ વતી લાંચ લેતા એક શખ્સને પકડી લીધો હતો. દારૂ કેસમાં નામ નહિ ખોલવા માટે હેડ કોન્સ્ટેબલ વતી લાંચ લેતા પકડી પાડ્યા બાદ હેડ કોન્સ્ટેબલની પણ મોરબી પોલીસે ધરપકડ કરી હતી. દરમિયાન સુરેન્દ્રનગર એસીબીએ બંને આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર લીધા હતા. રિમાન્ડ દરમિયાન હેડ કોન્સ્ટેબલના બેંક લોકરની ખરાઈ કરતા રૂા.૮.૫૦ લાખના ૧૭ તોલા સોનાના દાગીના મળી આવ્યા છે.

મોરબી જિલ્લાના દારૂ પ્રકરણમાં જામનગરના એક શખ્સની સંડોવણી ખુલતા હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ જસમતભાઈ ચંદ્રાણા ઉર્ફે પટેલભાઈ વર્ગ ત્રણનાઓએ તપાસ શરૂ કરી હતી. જેમાં જામનગરના શખ્સને આ ગુન્હામાં નામ નહી ખોલવાના અવેજ પેટે રૂા.૭૦ હજારની માંગણી કરી હતી. થોડી રકજક બાદ મામલો રૂા.૪૦ હજાર પર આવ્યો હતો. જામનગરના શખ્સને આ રૂપિયા પણ આપવા ન હોય તેથી તેઓએ જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને લઈને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા એસીબી પીઆઈ એ.ડી.પરમાર સહિતની ટીમે બે દિવસ પૂર્વે જામનગર ખાતે આટીઆઈના ગેઈટ પાસે ટ્રેપ ગોઠવી હતી. જેમાં આરોપી રૂા.૪૦ હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. બીજી તરફ મોરબી એસીબીની ટીમે હળવદના હેડ કોન્સ્ટેબલને ઉઠાવી લઈ જામનગર એસીબીને હવાલે કર્યો છે. એસીબી સુરેન્દ્રનગરના પીઆઈ રાણા સહિતની ટીમ દ્વારા બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરી એક દિવસમાં રિમાન્ડ મેળવી તપાસ આગળ ધપાવી હતી. રિમાન્ડ દરમિયાન હળવદની બેંકમાં જમાદારના લોકરમાંથી ૧૭ તોલા દાગીના મળી આવ્યા છે. જો કે આ દાગીના અનધિકૃત છે કે અધિકૃત તેનો તાગ મેળવાયો નથી. આગામી સમયમાં આ બાબતની ખરાઈ કરવામાં આવશે એમ પીઆઈ રાણાએ જણાવ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here