લવ રંજનની અપકમિંગ ફિલ્મમાં બોની-કપૂર, ડિમ્પલ કાપડિયા રણબીરના માતા-પિતા બનશે

0
19
Share
Share

મુંબઇ,તા.૧૧

ડિરેક્ટર લવ રંજનની અપકમિંગ ફિલ્મના શૂટિંગ માટે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર શનિવારે નોઈડા પહોંચ્યા. રિપોટ્‌ર્સ અનુસાર, લવ રંજનની આ અનટાઇટલ્ડ ફિલ્મની સ્ટારકાસ્ટમાં બોની કપૂર અને ડિમ્પલ કપાડિયા પણ સામેલ છે. ફિલ્મમાં બોની કપૂર અને ડિમ્પલ કપાડિયા રણબીર કપૂરનાં પેરેન્ટ્‌સના રોલમાં દેખાશે. મેકર્સ ફિલ્મનું એક શેડ્યુઅલનું શૂટિંગ સ્પેનમાં શરૂ કરવા ઇચ્છતા હતા પણ કોરોનાને કારણે મેકર્સને દેશમાં જ શૂટિંગ કરવું પડી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ફિલ્મમાં રણબીર કપૂરના પિતા એક અમિર અને આત્મવિશ્વાસી માણસ છે. ફિલ્મના રાઇટર ઇચ્છતા હતા કે બોની કપૂર જેવો વ્યક્તિ જ આ રોલ પ્લે કરે. મેકર્સે જ્યારે બોની કપૂરને આ વિશે જણાવ્યું તો તેમણે ના પાડી દીધી હતી. ત્યારબાદ લવ રંજને અર્જુન કપૂરને તેમને મનાવવા માટે કહ્યું હતું.

અર્જુન સિવાય અંશુલા, જાહ્નવી અને ખુશીએ પણ પિતાને આ ફિલ્મમાં રોલ પ્લે કરવા મનાવ્યા. અંતે બોની કપૂર માની ગયા. હાલ બોની કપૂર હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યા છે અને સોમવારે આ ફિલ્મના સેટ પર પહોંચશે. બોની કપૂરે હાલમાં જ રિલીઝ થયેલી અનિલ કપૂર સ્ટારર ફિલ્મ ’એકે ફજી એકે’થી એક્ટિંગ ડેબ્યુ કર્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here