લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે થયેલી સફળ શસ્ત્રક્રિયા. અંદાજે સાત કિલો ઉપરની ગાંઠની સજર્રીનું સફળ શસ્ત્રક્રિયા

0
18
Share
Share

ચેલેન્જીંગ કાર્ય પાર પાડતાં ડો. વલાણીયા સાહેબ, ડો.ભૂમિકાબેન પાંડવ અને ડો. ચંદ્રેશ વોરા અને સ્ટાફની અદભૂત કામગીરીને બિરદાવતાં શહેરીજનો.

સાવરકુંડલા. તા. ૯

દદર્ જબ હદસે ગુજર જાતા હૈ, કોઈ રહનુમા બનકર ઉસ દદર્કો મિટાતા હૈં..!!

આમ તો સમગ્ર સાવરકુંડલા અને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે એક અદકેરું નામ એટલે વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર. (નિઃશુલ્ક) આજે આ કોરોનાની કપરી વેળાએ સમગ્ર માનવજાતને આરોગ્યનું મહત્વ સમજાયું.

પરંતુ અહીં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે તો દદર્ીઓની સમસ્યાનાં નિવારણ માટે હરહંમેશ પ્રતિબધ્ધતા દર્શાવી અહીં આવનારા તમામ દર્દીઓને નારાયણનું સ્વરુપ સમજીને તમામ પ્રકારની સારવાર દવા સાથે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી રહી છે. હાલ એક દર્દી રસિલાબેન રાજુભાઈ ભટ્ટી કે જેમનાં પેટમાં સાત કિલોથી પણ વધુ કદ ધરાવતી ગાંઠ હતી. દદર્થી પરેશાન થતાં તેઓ અત્રે આ હોસ્પિટલમાં આવતાં આ હોસ્પિટલનાં બાહોશ ડો.વલાણીયા સાહેબ, ડો. ભૂમિકાબેન પાંડવ અને ડો. ચંદ્રેશભાઈ વોરા અને સમગ્ર મેડિકલ સ્ટાફે આ કેસ હાથમાં લીધો અને ડો. ની સલાહ મુજબ દર્દીના તમામ રીપોટર્ કરાવ્યા અને શરુ થયું મેગા ઓપરેશનની તૈયારી. તારીખ ૩-૧૦-૨૦૨૦ ના રોજ સવારે ૧૦ કલાકે ઓપરેશન ચાલુ થયું અને તમામ ડો. અને મેડિકલ સ્ટાફની અથાક મહેનતના અંતે લગભગ બપોરે ૦૧-૫૦ કલાકે દર્દી ઓપરેશન-થિયેટરમાંથી બહાર આવ્યાં ત્યારે દર્દીનાં સગા અને સ્નેહીજનોની આંખોમાં હર્ષનાં આંસુ હતાં કારણકે આવડી મોટી ગાંઠની સફળ શસ્ત્રક્રિયા એ ઘણું કપરું અને ચેલેન્જીંગ કાર્ય જ હતું.

આ ઓપરેશન પ્રક્રિયામાં લગભગ ત્રણ ઓપરેશન કરવા પડેલાં આમ અઘરું જ નહીં પણ અશક્ય જેવું કાર્ય પાર પડતાં સમગ્ર હોસ્પિટલ સ્ટાફમાં પણ આનંદ અને હર્ષની લાગણીઓ છવાઈ ગઈ હતી. આમ ડો. મનીષ વલાણીયા, ડો. ભૂમિકાબેન પાંડવ ડો. ચંદ્રેશભાઈ વોરા તથા તમામ સ્ટાફની કાર્યપદ્ધતિની સમગ્ર શહેરમાં ભારે પ્રશંસા થઈ રહી છે.  આમ પણ આ હોસ્પિટલનાં તમામ સ્ટાફની વિનય વિવેક અને માયાળું સ્વભાવ ધ્યાનાકર્ષક છે. અને હોસ્પિટલની સ્વચ્છતા અને સુઘડતા ઉડીને આંખે વળગે તેવી હોય દર્દીઓ પણ આવા આરોગ્યપ્રદ વાતાવરણમાં જ અડધાં સાજા થઈ જાય. રસિલાબેન અને તેનાં સ્નેહીજનો પણ આવું ભારે ઓપરેશન અને તે પણ નિઃશુલ્ક થવાથી અને હોસ્પિટલમાં દર્દીની આવી આરોગ્યલક્ષી સેવાથી પ્રભાવિત થઈ મનોમન ઈશ્વર સમીપે હોસ્પિટલની પ્રગતિની મનોકામના પણ કરતાં જોવા મળ્યાં હતાં. આ સંસ્થાનાં રાજુભાઈ બોરીસાગરે આ સમગ્ર વિગત જણાવ્યાં મુજબ આ ઓપરેશન ખરેખર પડકારજનક જ હતું. સમગ્ર ટ્રસ્ટી મંડળ સંસ્થાની પ્રગતિ માટે અહર્નિશ મહેનત કરી રહ્યું છે

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here