લદ્દાખમાં ભારત-ચીન સેના વચ્ચે આજે ૧૦મા તબક્કાની વાતચીત થશે

0
24
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૯

લદ્દાખમાં પેંગોંગ ઝીલ પાસે ભારત અને ચીનના સૈનિકોની વાપસીની પ્રક્રિયા વચ્ચે કાલે ફરીથી બંને દેશોની કોર કમાંડર સ્તરની વાતચીત થવાની છે. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ આ વાતચીત વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન તરફથી મોલ્ડોમાં થશે જ્યાં ૯માં દોરની પણ વાત થઈ હતી અને સેનાઓની વાપસી પર ઠોસ સંમતિ બની શકી હતી. આ વાતચીત કાલે સવારે ૧૦ વાગે થશે. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ આ દોરની વાતચીતમાં બંને દેશની સેના પેંગોંગ ઝીલના દક્ષિણ અને ઉત્તર કિનારે સેનાઓની વાપસી બાદ બાકી તણાવવાળી જગ્યાએથી સેનાની વાપસી માટે ચર્ચા કરશે.

તમને જણાવી દઈએ કે મંગળવારે જ ભારતીય સેનાએ વીડિયો અને ફોટો જાહેર કરીને બતાવ્યુ હતુ કે પેંગોંગ ઝીલ વિસ્તારમાંથી કેવ રીતે ચીનની સેના પાછી જઈ રહી છે. તેણે ત્યાં બનાવેલા પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ હટાવી લીધા છે એવા ફોટા સામે આવી ચૂક્યા છે. માહિતી મુજબ એ ફોટા પેંગોંગ ઝીલના ઉત્તર કિનારે અને દક્ષિણ કિનારાના કૈલાશ રેંજના છે. ફોટામાં તેમના તૂટેલા બંકર અને અસ્થાયી ઢાંચા જેસીબી અને હાથેથી પણ હટાવવામાં આવી રહ્યા હતા.

બંને દેશોની સેનાઓ વચ્ચે જે સંમતિ બની છે તે મુજબ બંનેએ મે, ૨૦૨૦વાળી સ્થિતિમાં પાછુ જવાનુ છે. સેનાઓની વાપસીની આ પ્રક્રિયા બંને સેનાઓના નિરીક્ષણમાં થઈ રહી છે અને જો ૧૦માં દોરની વાતચીતમાં સંમતિ બની તો માનવામાં આવી શકે છે કે પહેલા દોરમાં સેનાઓની વાપસીનુ કામ લગભગ પૂરુ કરવામાં આવી ચૂક્યુ છે. કારણકે સેનાના એક અધિકારીએ જણાવ્યુ કે પેંગોંગ પાસે સેનાઓની વાપસીની ખાતરી થઈ ગયાના ૪૮ કલાક બાદ જ કોર-કમાંડર સ્તરની આગલા દોરની વાત થશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here