લદ્દાખમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ફરી હિંસક અથડામણ, સરહદ પર ગોળીબાર થયાના આક્ષેપો

0
190
Share
Share

લદ્દાખ,તા.૮

ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ ઓછો થવાની કોઈ આશા દેખાતા નથી. સોમવારે મોડીરાત્રે ચીને ભારતીય સૈનિકો પર સરહદ પાર કરીને ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. એવો દાવો કરવામાં આવે છે કે તાજી અથડામણ લદાખના પેંગોગ ત્સો તળાવના દક્ષિણ છેડે એક પહાડ પર થઈ હતી. ચાઇનીઝ અખબારે ચીની આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તાના હવાલે પેંગોગ ત્સો નજીક અથડામણનો દાવો કર્યો છે. અખબારે લખ્યું છે કે, ‘ભારતીય સેનાએ પેંગોંગ ત્સો તળાવના દક્ષિણ છેડાની નજીક શેનપાઓ પહાડ પર એલ.એ.સી.ને પાર કર્યું. અખબારે વધુમાં લખ્યું છે કે ભારતીય સૈનિકોએ વાતચીતની કોશિષ કરી રહેલા પીએલએના સરહદ પેટ્રોલિંગ સાથે જોડાયેલા સૈનિકો પર વોર્નિંગ શોટ ફાયર કર્યું ત્યારબાદ ચીની સૈનિકોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા પગલાં ભરવા પડ્યાં હતાં.

દરમ્યાન પીએલના વેસ્ટર્ન થિયેટર કમાન્ડરના પ્રવક્તા ઝાંગ શુઇએ ભારત પર આરોપ લગાવતા કહ્યું કે ભારતીય પક્ષે દ્વિપક્ષીય કરારનું ઉલ્લંઘન કર્યું છે. આનાથી વિસ્તારમાં તણાવ અને ગેરસમજો વધશે. આ ગંભીર લશ્કરી ઉશ્કેરણી છે. ઝાંગે વધુમાં કહ્યું કે અમે ભારતીય પક્ષ તરફથી ખતરનાક પગલાં રોકવા અને ફાયરિંગ કરનાર વ્યક્તિને સજા આપવાની માંગણી કરી છે. સાથો સાથ ભારતે સુનિશ્ચિત કરવું જોઈએ કે આવી ઘટનાઓ ફરીથી ન થાય. પીએલએના પશ્ચિમી કમાન્ડના સૈનિકો તેમની ફરજોનું પાલન કરશે અને રાષ્ટ્રના પ્રાદેશિક સાર્વભૌમત્વનું રક્ષણ કરશે.  આ અથડામણના સમાચાર અંગે ભારત સરકાર કે સેના તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ સમાચાર એજન્સી એએનઆઈ એ પણ પૂર્વી લદ્દાખ સેક્ટરમાં એલએસી નજીકના તણાવવાળા વિસ્તારમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે ફાયરિંગ થયાનો દાવો કર્યો છે.

ચીનની નાપાક હરકતોનો જવાબ આપતા થોડા દિવસ પહેલાં ભારતીય સૈનિકોએ પેંગોંગ ત્સો તળાવના દક્ષિણ કાંઠે એક મહત્વપૂર્ણ શિખર કબ્જે કરી લીધું હતું અને ઘૂસણખોરીનો પ્રયાસ કરતાં પીએલએના જવાનોને પીછેહઠ કરવા દબાણ કર્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે લદ્દાખના ગલવાન ઘાટીમાં જૂનમાં ચીનના સૈનિકો સાથેની અથડામણમાં કમાન્ડિંગ ઓફિસર સહિત ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હતા. જો કે આ અથડામણમાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના કેટલા લોકો માર્યા ગયા તે અંગે ચીન દ્વારા કોઇ માહિતી આપવામાં આવી નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here