લઘુમતિ યુવકે હિન્દુ યુવતી સાથે લગ્ન કરી અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ થતા પત્ની સાથે મારઝૂડ કરી

0
8
Share
Share

વડોદરા,તા.૧૬

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતા લઘુમતી કોમના યુવકે હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યાં બાદ અન્ય હિન્દુ યુવતી સાથે પણ પ્રેમસંબંધો રાખી પત્નીને મારઝુડ કરી ઘરમાંથી કાઢી મૂકવાનો બનાવ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પોલીસે ફરિયાદના આધારે પતિ તથા દિયર વિરૂદ્ધ દહેજ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ-૨૦૧૫ના રોજ સદ્દામ હુસેન મલેક(રહે, કુંભારવાડા, બાવામાનપુરા, પાણીગેટ) સાથે મુસ્લિમ જ્ઞાતિના રિવાજ પ્રમાણે થયા હતા. સંતાનમાં એક બાળકી પણ છે, ત્યારબાદ સદ્દામે વધુ એક યુવતીને પોતાના ઝાસામાં લીધી હતી અને છેલ્લા ૩ વર્ષથી ગાજરાવાડી વિસ્તારમાં ગણપતિ મંદિર પાસે રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. જેની જાણ પત્નીને થતાં તેણે સાસુ, દિયર સહિતના પરિવારજનોને રજૂઆત કરી હતી. અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધો અંગે પત્નીની રોકટોકથી ઉશ્કેરાયેલા પતિ સદ્દામ અને દિયર શાહરૂખે ગડદાપાટુનો માર માર્યો હતો.

છેલ્લા એક વર્ષથી યુવતી પિયરમાં પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે રહેતી હતી, જે દીકરીને પણ તેનો પતિ આવીને પરત લઇ ગયો હતો. વાડી પોલીસે ફરિયાદના આધારે સદ્દામ અને શાહરૂખ વિરુદ્ધ દહેજ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here