દેવભૂમિ દ્વારકા તા.૨
હવે દેવભૂમિ દ્વારકામાં લગ્ન પ્રસંગમાં કોરોના ગાઇડલાઇનનાં ધજાગરા ઉડ્યા છે. અહિં ખુલ્લેઆમ કોરોનાનાં નિયમનોની ઐસી કી તૈસી કરવામાં આવી છતા સ્થાનિક પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નહી.
દેવભૂમિ દ્વારકાના નવી મોવાણમાં યોજાયેલા રિસેપ્શન કાર્યક્રમમાં દાંડીયા રાસ રમાયા જ્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમ પણ માસ્ક વગર રાસ રમતા જોવા મળ્યા હતાં. દ્વારકા જિલ્લામાં નવી મોવાણ ગામે એક ભવ્ય લગ્ન પ્રસંગમાં ગીતા રબારીના દાંડીયા રાસમાં સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા હતા. સાસંદ સભ્ય પૂનમબેન માડમ પણ માસ્ક વિના રાસ રમતા નજરે પડ્યા હતા. નવી મોવાણ ગામે ભીખુભાઇ ગોજીયા ના નિવાસ સ્થાને ભવ્યાતિભવ્ય લગ્ન પ્રસંગ બાદ યોજાયેલા રીસેપ્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.