લગ્ન જીવનમાં મિત્રતા જરૂરી

0
20
Share
Share

લગ્ન જીવનમાં કેટલીક બાબતો જરૂરી છે…
લગ્ન કરવા અને તેને સફળ બનાવવાની બાબત બે જુદી જુદી છે અને તેમના વચ્ચે ખુબ અંતર પણ છે. સામાન્યરીતે અમે જોઇ રહ્યા છીએ કે લગ્ન પહેલા જેના વગર અમે રહી શકતા નથી તે લગ્ન કરવામા ંઆવ્યા બાદ થોડાક સમયમાં જ નાપસંદ સાથી તરીકે રહી જાય છે. આવી સ્થિતી ન સર્જાય તે માટે પરિણિતી લાઇફમા ંપણ મિત્રતાના રંગને મજબુત રાખવાની જરૂર હોય છે. લવ મેરિજ અને અરેન્જ મેરિજ બન્નેંમાં મિત્રતાના રંગને મજબુત કરવાના પ્રયાસ કરવા જોઇએ. લગ્ન ખુબ સારા સંબંધ તરીકે છે. પ્યાર, સમર્પણ અને વિશ્વાસ પર આધારિત રહીને લાઇફમાં રંગ ઉમેરે છે અને જીવનભર જુદા જુદા રંગ ઉમેરે છે. પરંતુ જો તેમાં થોડીક પણ કડવાસ આવી જાય તો મુશ્કેલી સર્જાય છે.લગ્નને સફળ બનાવવા શુ જરૂરી છે
લગ્ન જીવનને મજબુત કરવામાં મિત્રતાની ભૂમિકા રહે છે. એકબીજા સાથે અમે કઇ રીતે વાત કરી રહ્યા છીએ અને પોતાની વાત એક બીજા સાથે શેયર કરવાની બાબત પણ આજે ઉપયોગી બની ગઇ છે. સંબંધને દોસ્તાના વ્યવહારથી મજબુતી મળે છે
લગ્નને ટકાવી રાખવાની બાબત પણ ઉપયોગી છે. લગ્ન તો તમામ લોકો કરે છે પરંતુ તેને સાચવી રાખવામાં તમામ લોકો સફળ રહેતા નથી.નિષ્ણાંતો માને છે કે માત્ર પોતાના સાથીની પસંદગી કરી લેવી ઉપયોગી નથી પરંતુ સંબંધને જીવંત રાખવાની બાબત પણ ઉપયોગી છે
લગ્ન જીવનામાં કેટલીક બાબતો સમસ્યા સર્જી શકે છે. સામાન્ય રીતે કોઇ એકની ભુલના કારણે સંબંધ તુટી જાય છે. આવી સ્થિતીમાં અહમને ભૂલીને માફ કરવાની બાબત શિખવામાં આવે તે જરૂરી છે
લગ્ન જીવનને મજબુત રાખવા માટે સમર્પણને સમજી લેવાની જરૂર છે. એકબીજા પ્રત્યે પ્રેમ અને સમર્પણ પોત પોતાની જગ્યાએ છે. કટોકટીના સમયમાં લગ્નની અસલી કસોટી થાય છે
આર્થિક મામલાને લઇને પણ કેટલાક દંપત્તિઓ વચ્ચે ખેચતાણ ચાલતી રહે છે અને સંબંધ તુટવાના આરે પહોંચી જાય છે. લગ્ન જીવનને ખુશહાલ રાખવા માટે આર્થિક મુદ્દા પર નિયમનિત વાતચીત થતી રહેવી જોઇએ
જો કોઇ પ્રકારની સમસ્યા આવી રહી છે તો તેનો ઉકેલ શોધી કાઢવાના પ્રયાસ કરવા જોઇએ. ભલે બાંધછોડ કરવી પડે તો પણ સમસ્યાનો ઉકેલ શોધી કાઢવાના પ્રયાસ થવા જોઇએ
લગ્નના સંબંધમાં એકબીજાનુ સન્માન કરવાની બાબત પણ ઉપયોગી સાબિત થાય છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે પતિ પત્નિ એઓકબીજાનુ સન્માન કરતા નથી. આ બાબત લગ્ન જીવનમાં મોડેથી ભંગાણ માટેનુ કારણ બને છે. પોતાના સાથીને સગાસંબંધીની સામે નીચે જોવાનુ આવે તેવા પ્રયાસ કરવા જોઇએ નહી

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here