લગ્નપ્રસંગથી પરત ફરી રહેલા પરિવારની કાર પલટી, ૨ના સ્થળ પર જ મોત

0
31
Share
Share

રાજકોટ,તા.૨

રાજકોટ જિલ્લાના જેતપુરના અમરનગર ગામ પાસે અકસ્માત થયો છે. લગ્ન પ્રસંગથી પરત ફરી રહેલા પરિવારની કાર પલટી મારતા બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની વિતગ અનુસાર અમરનગરથી જેતપુર તરફ આવતા ગોઝારો બનાવ બન્યો હતો.

આ ગાડી જેતપુરથી અમરનગર લગ્નપ્રંસગમાંથી પરત ફરી હતી. ત્યારે કાર અચાનક પલ્ટી મારી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૨ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે એકને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતના પગલે પરિવાર સહિતના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને સમગ્ર મામલે અકસ્માતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

મૃતકના નામ

૧. ખુશાલભાઈ સંજયભાઈ ડોબરીયા(ઉં.વ.૧૯), ચણાકા

૨. કેવલ હેંમતભાઈ રાદડિયા (ઉં.વ. ૨૦,) ચણાકા

ઈજાગ્રસ્ત

૧. પ્રિયત અલ્પેશભાઈ નસીત (ઉં.વ. ૧૭), નવાઝાજરીયા

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here