લગ્નના તાંતણે બંધાયા WWEના સુપરસ્ટાર જૉન સિના

0
14
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૫

ડબલ્યુડબલ્યુઈના સ્ટાર રહેલા જૉન સિનાએ આખરે લગ્ન કરી લીધા છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, જૉન સિનાએ છેલ્લા એક વર્ષથી ગર્લ ફ્રેન્ડ રહેલી શે શારિયટજદેહ સાથે લગ્ન કરી લીધા છે. ૧૬ વખત વર્લ્ડ ચેમ્પિયને ૧૨ ઓક્ટોબરના ટેમ્પા, ફ્લોરિડામાં શે શારિયટજદેહની સાથે પ્રાઈવેટ સેરેમનીનું આયોજન કર્યુ હતું અને તેઓ અહીં જ લગ્નના તાંતણે બંધાયા હતા. આ લગ્નમાં અમુક ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યુ હતું.

શે શારિયટજદેહ એક એન્જિનિયર છે અને તેણે યુનિવર્સિટી ઓફ બ્રિટીશ કોલંમ્બિયાથી ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરમાં ડિગ્રી મેળવી છે. હજૂ સોના ટાઈમમાં પ્રોડક્ટ મેનેજરના રૂપમાં કામ કરી રહ્યા છે. આ અગાઉ મોટોરોલા સોલ્યૂશનમાં પણ પ્રોડક્ટ મેનેજર રહી છે. બંનેની મુલાકાત વૈંકોવરમાં થઈ હતી. જ્યાં પ્લેયિંગ વિથ ફાયર ફિલ્મનું શૂટીંગ ચાલી રહ્યુ હતું. જોન સિના આ ફિલ્મનો ભાગ હતા. ત્યાર બાદ બંને કેટલાય મોકા પર મળ્યા હતા. ગત જોન સિનાએ ત્યારે પણ ખુલાસો કર્યો હતો કે, તે ડેટ કરી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here