લગ્નનાં તાંતણે બંધાયા નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહ, ગુરૂદ્વારામાં લીધા સાત ફેરા

0
28
Share
Share

મુંબઈ,તા.૨૪

બોલીવુડ સિંગર નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહ શનિવારે લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા છે. ગુરૂદ્વારામાં બંનેએ લગ્ન કર્યા હતા, જેનો વીડિયો સામે આવ્યો હતો. સાત ફેરા લેતી વખતે બંને એક જ કલરનાં આઉટફિટ્‌સ પહેરેલાં જોવા મળ્યા હતા. નેહાએ જ્યાં પીચ કલરનો લહેંગો કેરી કર્યો હતો. ત્યાં રોહનપ્રીત પણ તે જ કલરની શેરવાની પહેરી હતી. વીડિયોમાં નેહાનો પરિવાર પણ સાથે દેખાઈ રહ્યો છે. રોહનપ્રીત પોતાની દુલ્હનને લેવા માટે ઘોડી ઉપર સવાર થઈને ગુરૂદ્વારા પહોંચ્યો હતો. આ અવસરે વરઘોડિયાઓએ જોરદાર ડાન્સ કર્યો હતો.

થોડા દિવસોથી રોહનપ્રીત અને નેહાનાં પ્રિ-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. રોકા, હલ્દીથી લઈને રિંગ સેરેમનીનો ઉત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દરેક ફંક્શનમાં નેહા અને રોહનપ્રીત એક-બીજાની સાથે બહુજ ક્યૂટ અને રોમેન્ટિક દેખાઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છેકે, આ મહીનાની શરૂઆતથી જ નેહાનાં લગ્નોને લઈને સોશિયલ મીડિયા પર સમાચારો વાયરલ થઈ રહ્યા હતા.

પહેલાં તો દરેક લોકોને એવું લાગ્યુકે, નેહા મજાક કરી રહી છે. કારણકે, રોહનપ્રીતની સાથે તેનું એક ગીત રિલીઝ થવાનું હતુ, પરંતુ તે બાદ રોકા સેરેમની અને હલ્દી-મહેંદીના રિવાજોને જોઈને દરેકને લાગ્યુકે, નેહા ખરેખર લગ્ન કરી રહી છે. ૪ દિવસ પહેલાં જ નેહા અને રોહનપ્રીતની રોકા સેરેમની થઈ હતી. આ દરમ્યાન બંને બહુજ ખુશ દેખાતા હતા. રોકા સેરેમનીમાં બંનેએ ઢોલની થાપ પર જોરદાર ડાન્સ કર્યો હતો, સેરેમનીના ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here