લખતરઃ સદાદ ગામેથી તમંચા સાથે શખ્સ ઝડપાયો

0
14
Share
Share

સુરેન્દ્રનગર, તા.૨૪

સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકા વિસ્તારમાં અષાઢી બીજના તહેવાર અનુસંધાને લખતર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. ટીમને મળેલ ચોકકસ  હકીકત આધારે લખતર-સદાદ રોડ ઉપર આવેલ કેનાલ નજીક રોડ ઉપરથી આરોપી સાહીરખાન અલીખાન મલેક જાતે. મુસલમાન ઉ.વ.૨૫ ધંધો.ખેતી રહે.ગેડીયા તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળાને ગેર કાયદેસર દેશી હાથ બનાવટનો એક તમંચા સાથે પકડી પાડી આરોપી વિરુધ્ધ લખતર પોલીસ સ્ટેશનમાં હથિયારા ધારા મુજબ ગુન્હાઓ રજીસ્ટર કરાવવા કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ.ઢોલ, પો.સબ.ઇન્સ. વી.આર.જાડેજા, એ.એસ.આઇ. વાજસુરભા લાભુભા, નરેન્દ્રસિંહ દિલાવરસિંહ, રુતુરાજસિંહ નારસંગભા, પો.હેડ.કોન્સ. નીકુલસિંહ ભુપતસિંહ, જુવાનસિંહ મનુભા, અમરકુમાર કનુભા, પો.કોન્સ. અજયસિંહ વિજયસિંહ, કુલદીપસિંહ હરપાલસિંહ, સંજયસિંહ ઘનશ્યામસિંહ, કલ્પેશભાઇ જેરામભાઇએ રીતેની ટીમ દ્વારા મજકુર આરોપીને તમંચા સાથે પકડી પાડેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here